________________
સૌંદર્યની દૃષ્ટિએ નાગકુમારીને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નાગકુમારીઓ અને નાગકુમાર અત્યંત સુંદર હોય છે. સૌંદર્ય દેવોમાં છે, સૌંદર્ય માણસોમાં છે અને સૌંદર્ય નાગકુમારમાં છે. માનતુંગ કહે છે કે તે સ્વયં સુંદર હોય છે, પરંતુ
જ્યારે આપના મુખનું દર્શન કરે છે ત્યારે એકાએક આકૃષ્ટ થઈ જાય છે. એમ પ્રતીત થાય છે કે જાણે તેનાં નેત્રોને બાંધી દેવામાં આવ્યાં હોય, તેમના ઉપર જાદુ કરી દેવામાં આવ્યો હોય.”
આપના મુખની એક વિશેષતા એ છે કે તે અનુપમ છે. અર્થાત્ ત્રણે જગતમાં જેટલી ઉપમાઓ છે, તે તમામ ઉપમાઓને નિરસ્ત કરી દીધી છે. મુખ માટે અનેક ઉપમાઓ પ્રયોજાય છે – મુખકમળ, મુખચંદ્ર, મુખદર્પણ વગેરે. કમળની ઉપમા એટલા માટે છે કે તે કોમળતા, નિર્લેપતા માટે પ્રસિદ્ધ છે. કમળની ઉપમા અનેક અવયવોને માટે પ્રયોજાય છે. મુખકમળ, ચરણકમળ, નખકમળ વગેરે. માનતુંગ કહે છે કે મુખ માટે કમળની ઉપમા અપાય છે, પરંતુ આપના મુખ માટે તે ઉપમા લાગુ પડતી નથી. જ્યાં આપના મુખની કોમળતા અને ક્યાં કમળની કોમળતા ! ક્યાં આપની નિર્લેપતા અને ક્યાં કમળની નિર્લેપતા ! આપની કોમળતા અને નિર્લેપતાની સામે કમળની કોમળતા અને નિર્લેપતા ટકી જ ન શકે.
મુખ માટે એક ઉપમા પ્રયોજાય છે -- દર્પણની. દર્પણમાં કોઈપણ વ્યક્તિ પોતાનો હૂબહૂ ચહેરો નિહાળી શકે છે. કહેવાય છે કે મુખ એવું ચમકદાર દર્પણ જેવું છે કે તેમાં કોઈ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે ! માનતુંગ કહે છે કે ક્યાં આપની પારદર્શિતા અને ક્યાં દર્પણ! આપ જેટલા પારદર્શી છો એટલું પારદશી કોઈ દર્પણ નથી.
મુખ માટે ત્રીજી એક ઉપમા પ્રયોજાય છે – ચંદ્રમાની. આ ઉપમા ગોળાકાર આકૃતિ માટે આપવામાં આવે છે. માનતુંગસૂરિ કહે છે કે, મેં વિચાર્યું, આપનું મુખ ચંદ્ર જેવું છે. જ્યારે આ વિચારને અભિવ્યક્તિ આપવા લાગ્યો ત્યારે અનુભવ થયો કે ક્યાં આપનું મુખ અને ક્યાં ચંદ્રમા ! આપનું મુખ તો અનુપમ છે. તેને માટે કોઈ ઉપમા હોઈ જ ન શકે. પ્રશ્ન થઈ શકે કે ચંદ્રની ઉપમા શા માટે ન આપી શકાય ? તે પ્રકાશ પાથરે છે, શીતળતા આપે છે. તેનામાં અન્ય પણ અનેક ગુણો છે. તે રજનીપતિ છે, સૌમ્યતા પ્રદાન કરનાર છે. આટલું બધું હોવા છતાંય તે ઉપમા માટે ઉપયુક્ત નથી. તેનું કારણ બતાવતાં માનતુંગ કહે છે કે ચંદ્રમાનું બિંબ કલંકથી મેલું બનેલું છે. તેમાં લાંછન છે, ભલે તે સાપનું હોય, મૃગ કે સસલાનું હોય. ભલે તે મૃગાંક હોય કે શશાંક, પરંતુ ચિહ્નિત છે, નિલંછન નથી. બીજું તથ્ય એ છે કે તેની જે જ્યોસ્ના છે, જે શીતળતા છે તે પણ એકરૂપ નથી. ચંદ્ર થોડીક ક્ષણો માટે પ્રકાશિત થાય છે, શીતળતા આપે છે અને પછી પર ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ 15 : રોડ ) : વડા કલા'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org