________________
આચાર્ય માનતુંગ પોતાની વાતનું સમર્થન પણ ખૂબ સારી રીતે કરે છે. તેના દ્વારા સમગ્ર વાત સ્પષ્ટ બની જાય છે. તેઓ કહે છે કે મારું તાત્પર્ય એ નથી કે સૂર્યની કોઈ જરૂર જ નથી. હું એમ નથી કહેતો કે ચંદ્રની કોઈ જરૂર નથી. તેમની આવશ્યકતા છે, પરંતુ તે આવશ્યકતાતો જગતને છે, મારે નહિ. બીજ વાવામાં આવ્યું, તેને પાણી કે વરસાદની જરૂર પડે છે, પરંતુ ફસલ તૈયાર થયા પછી પણ શું તેને એ બધી જરૂરિયાતો રહે છે ખરી ? જ્યાં સુધી ફસલ તૈયાર ન થાય ત્યાં સુધી જ તેને વરસાદની જરૂર પડે છે. ફસલ તૈયાર થયા પછી તેને પાણીની કોઈ આવશ્યકતા રહેતી નથી. આપણે જાણીએ છીએ કે શ્રાવણભાદરવો મહિનામાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદની હેલી સૌ કોઈને મનોરમ્ય લાગે છે, પરંતુ ચૈત્ર-વૈશાખમાં જો એવી સ્થિતિ થઈ જાય તો લોકો કહે છે કે મોસમ ખરાબ છે (માવઠું થયું). જે વરસાદ જુલાઈ-ઑગસ્ટમાં સારો લાગે છે તે એપ્રિલ-મેમાં ખરાબ કેમ લાગે છે? એટલા માટે કે તેની અપેક્ષા નથી, તેની જરૂર નથી. જરૂર વગરની કોઈ પણ વસ્તુ જબરદસ્તીથી મળે તો મૂડ બગડશે જ. જ્યારે વસ્તુ પોતાની સાર્થકતા પુરવાર ન કરે ત્યારે તે ઇચ્છનીય રહેતી નથી.
આચાર્ય કહે છે કે, ડાંગરની ખેતી તૈયાર થયા પછી પાણીના ભારથી છલોછલ જલઘરોની કોઈ જરૂર રહેતી નથી. મને પ્રકાશ મળી ગયો, મને શાંતિ મળી ગઈ અને સૌથી મોટી વાત તો એ છે કે પ્રકાશ અને શાંતિ આપનાર મારો ભગવાન મને મળી ગયો. હવે મારે શું જોઈએ ? આ તમામ સંદર્ભમાં આચાર્યના કથ્યને આપણે આત્મસાત કરીએ તો એમ લાગશે કે તેમણે કોઈ અર્થહીનવાત કરી નથી, અવ્યાવહારિક વાત કરી નથી. પોતાની અલૌકિક ભૂમિકામાં તેમણે બસ એટલું જ કહ્યું છે કે મારે હવે અન્ય કોઈની જરૂર નથી. કારણ કે મારી ફસલ તૈયાર થઈ ચૂકી છે. આ ભક્તિ-સભર ભાવો વ્યક્તિ કરતો આ શ્લોક કેવો માર્મિક છે !
કિં શર્વરીષ શશિનાદ્ધિ વિવસ્વતા વા, યુસ્મભુપેન્દુદલિતપુ તમસુ નાથ ! નિષ્પશાલિવનશાલિનિજીવલોક,
કાર્ય કિયન્જલઘૉર્જલાભારન // પછીના શ્લોકમાં આચાર્ય માનતુંગ કહે છે કે, હે પ્રભુ ! આપનામાં જ્ઞાનનો જે પ્રકાશ છે તે મને અન્યત્ર ક્યાંય જોવા મળતો નથી. જ્ઞાનને આપનામાં જે સ્થાન મળ્યું તે તેને અન્યત્ર ક્યાંય મળ્યું નથી. આપે તેને સ્થાન આપી દીધું હશે અથવા તેણે પોતાનું સ્થાન શોધી લીધું હશે. અન્યત્ર ન તો તેને કોઈ સ્થાન આપનાર મળ્યું કે ન તેને શોધવાની જરૂર પડી. તેથી જ્ઞાને જેવી રીતે આપનામાં સ્થાન બનાવી દીધું છે તેવું અન્ય કોઈમાં તે પોતાનું સ્થાન બનાવી શક્યું નથી. ૦૨ ભકતામર અંતસ્તલનો સ્પર્શ ા ક હ ળ પથ વિધી કરી છે કે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org