________________
આ અત્યંત દુલર્ભ વાત છે. હકીકતમાં ઘોર સાધના પછી આપે આ પ્રકાશ ઉપલબ્ધ કર્યો છે. “
આ શ્લોકની સાથે આચાર્ય માનતુંગ એક દાર્શનિક ચર્ચાનો પ્રારંભ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આપનામાં જ્ઞાનનો જે પ્રકાશ છે તે અન્યત્ર નથી. તેનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપે આત્માનું જે દર્શન આપ્યું, એવું અન્ય કોઈએ નથી આપ્યું. ભગવાન ઋષભ આત્મવાદના પ્રવર્તક હતા. તેમણે આત્માની શોધ કરી, આત્માનું અનુસંધાન તથા પ્રતિપાદન કર્યું. દર્શનના ઇતિહાસમાં આત્માના સર્વ પ્રથમ પ્રવક્તા ભગવાન ઋષભ જ છે. ત્યારપછીના દાર્શનિકોએ પણ આત્માનું પ્રતિપાદન કર્યું, પરંતુ તેઓ મારી દૃષ્ટિએ સમીચીન નથી. કોઈએ આત્માને સર્વવ્યાપી માની લીધો તો કોઈએ આત્માને અંગુષ્ઠપ્રમાણ માની લીધો. આ માન્યતાઓ યુક્તિયુક્ત નથી. તેનું કારણ એ જ છે કે જે પ્રકાશ આપને મળ્યો છે તે તેમને મળ્યો નથી.
બીજું પ્રમાણ એ છે કે આપે આત્માના કર્તુત્વનું પ્રતિપાદન કર્યું. આત્મા જ કર્યા છે, અન્ય કોઈ નહિ. આપણાં સુખ-દુઃખનો કર્તા આપણો આત્મા જ છે. સુખ-દુઃખ આત્મકૃત છે – એવું કોઈ બીજાએ નથી કહ્યું. નૈયાયિક વગેરે દાર્શનિકે કહ્યું કે કર્મ આત્મા કરે છે અને ફળ ઈશ્વર આપે છે. સાંખ્યદર્શને કહ્યું કે આત્મા અકર્તા છે, ફળનો ભોક્તા નથી. માનતુંગે કહ્યું કે, આ દર્શનોમાં માત્ર વિસંગતિ જ જોવા મળે છે. એવું કોઈ દર્શન નથી કે જેમાં સંગતિ હોય. પ્રારંભથી અંત સુધી, ઉપક્રમથી ઉપસંહાર સુધી સુસંગતિ જળવાઈ રહેવાનું અત્યંત મુશ્કેલ છે. એ ત્યારે જ શક્ય છે કે જ્યારે કેવળજ્ઞાન કે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય.
એક પ્રસંગ છે. કોઈ અપરાધ માટે ત્રણ વ્યક્તિઓને પકડવામાં આવી - પતિ, પુત્ર અને ભાઈ. ત્રણે સગા હતા. તે વખતે આજની જેમ લાંબી કાનૂની કાર્યવાહી ચાલતી નહોતી. તત્કાળ ન્યાય કરી દેવામાં આવતો હતો. રાજાએ ભર્યા દરબાર વચ્ચે ફાંસીનો ફેંસલો સંભળાવી દીધો. એ જ વખતે રાજદરબારમાં આક્રંદ કરતી એક મહિલા પ્રવેશી. તે બોલી રહી હતી –
અનોદકા નદી નષ્ણા નગ્નરર્ડ અરાજકમ્
ઇન્દી વિ વિધવા નગ્ના, જસ્સાવિ દસાતરો ! નદી નગ્ન છે કારણ કે તેમાં પાણી નથી. નદીમાં પાણી ન હોય, તે ખાલી હોય તો નગ્ન કહેવામાં આવે છે. એ રાષ્ટ્ર પણ નગ્ન છે કે જેમાં કોઈ રાજા ન હોય. વિધવા સ્ત્રી પણ નગ્ન જ કહેવાય છે, ભલે પછી તેને દસ તભાઈ હોય. Eા માં જ પોતાના બીજા જા
'કોદઉં . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org