________________
કરે છે. તું એ નથી જાણતો કે તમામ વાદળ સમાન નથી હોતાં. કેટલાંક વાદળો એવાં હોય છે કે જે વરસાદ આપે છે, ધરતીને ભીંજવે છે, પરંતુ કેટલાંક વાદળો એવાં હોય છે કે જે માત્ર વ્યર્થ ગર્જનાઓ જ કરે છે, ધરતી ઉપર જળનું એક બુંદ પણ વરસાવતાં નથી. તેથી તારે એવાં વાદળોને ઓળખીને યાચના કરવી જોઈએ કે જે વરસાદ આપતાં હોય. જ્યારે એવાં વાદળોને જોઈને તારે દીનતાનું પ્રદર્શન ન કરવું જોઈએ કે જે માત્ર ગરજતાં હોય, વરસતાં ન હોય.”
રે રે ચાતક ! સાવધાનમંનસા મિત્રક્ષણં શ્રયતા – મંભોદા બહવો વસંતિ ગગને સર્વેપિ નૈતાદ્દશા / કેચિ વૃષ્ટિબિરાદ્ધયંતિ વસુધાં ગર્જન્તિ કેચન વૃથા,
યં યં પશ્યસિ તસ્ય તસ્ય પુરતઃ મા બ્રહિ દીન વચઃ // સૌ કોઈને નમસ્કાર કરવામાં આવતા નથી, સૌ કોઈની સામે શીશ ઝુકાવવામાં આવતું નથી. જ્યાં કંઈક વિશેષતા હોય, મહાનતા હોય ત્યાં જ શીશ ઝૂકે છે.
માનતુંગ કહે છે - હે પ્રભુ ! આપ ત્રણેય લોકની પીડાનું હરણ કરનાર છો તેથી આપને નમસ્કાર કરું છું. એ જ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવે છે કે જે બીજાઓની પીડાનું હરણ કરતી હોય ! બીજાઓની પીડાનું હરણ કરનાર ખરેખર મહાન હોય છે. એ વ્યક્તિ કેવી મહાન ગણાય કે જે ત્રણેય લોકની પીડાનું હરણ કરતી હોય. જઓ આગમવેત્તા છે, આગમોનો સ્વાધ્યાય કરનાર છે તઓ એ જાણે કે જ્યારે તીર્થકરનો જન્મ થાય છે, જ્યારે તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે એક વખત નરકમાં પણ શાંતિ પ્રસરી જાય છે, નારકોની પીડાનું ક્ષણિક હરણ થઈ જાય છે. થોડીક ક્ષણો માટે સર્વત્ર શાંતિ પ્રસરી જાય છે. શું કોઈ ડૉક્ટર કે વૈદ્ય એવો સમર્થ છે ખરો કે જે ત્રણે લોકની પીડાનું હરણ કરી દે ? દેવલોકના ડૉક્ટર છે – અશ્વિનીકુમાર. તેઓ મનુષ્યલોકના કામમાં આવતા નથી. મનુષ્યલોકમાં એવા ડૉક્ટર છે કે જે ચમત્કાર જેવું કરે છે, માણસની પીડાનું હરણ કરે છે. ત્રણેય લોકમાં પણ પીડાનું હરણ કરનાર ડૉક્ટર હોઈ શકે છે, પરંતુ એવા કોઈ ડૉક્ટર કે વૈદ્યનું નામ નથી સાંભળ્યું જે ત્રણેય લોકની પીડાનું હરણ કરનાર હોય. આચાર્ય માનતુંગ ઋષભની એ જ વિશેષતાનું રેખાંકન કરતાં કહે છે કે આપનું અવતરણ ત્રણેય લોકની પીડાનું હરણ કરનાર છે.
પ્રશ્ન થઈ શકે કે ત્રણેય લોકની પીડા શી છે ? ભલે આપણે મનુષ્યલોકને જોઈએ, દેવલોક અથવા પાતાળલોકમાં પહોંચી જઈએ – સર્વત્ર એક પીડા વ્યાપ્ત છે અને તે છે કષાય. આ કષાયનો દાવાનળ ચારે તરફ પ્રજળી રહ્યો છે. એ એક વ્યાપક પીડા છે. ત્રણેય લોકની પીડા મેલેરિયા કે તાવ નથી, ટીબી કે ૧૦૦ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ કરવા 1.89: 0 to 2 જી હા આ પથારી મારી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org