________________
છે. ચારે તરફ વ્યાપ્ત વૅતિમાની વચ્ચે ભગવાનનું શરીર કલધૌતકાન્ત અર્થાત્ ચમકતી ચાંદી જેવું કમનીય લાગી રહ્યું છે. એમ પ્રતીત થઈ રહ્યું છે કે જાણે પવર્તના શિખર ઉપરથી નિર્મળ ઝરણું જળની શ્વેતધારા નીચે પાડી રહ્યું હોય. શિખર ઉપરથી પડતી એ જલધારા ઊગતા ચંદ્ર જેવી પ્રતીત થઈ રહી છે. એવા વાતવરણમાં આદિનાથનું શરીર એકદમ શ્વેત પ્રતિભાસિત થઈ રહ્યું છે. ઊગતો શ્વેત ચંદ્ર, મેરુ પર્તના શિખર ઉપરથી પડતી જલધારા, ઢોળાતો શ્વેત ચામર અને તે તમામની વચ્ચે સુશોભિત ભગવાનનું શરીર શુભ્ર જૈતિમાથી છલોછલ હતું.
કુન્દાવદાતચલચામરચાશોભે, વિભાજતે તવ વપુઃ કલધૌતકાત્તમ્ |
ઉદ્યચ્છશકશુચિનિર્ઝરવારિધાર
મુચ્ચસ્ત૮ સુરગિરિવ શાતકૌભમુ // માનતુંગે જ્યારે અશોકવૃક્ષની સાથે ઋષભને નિહાળ્યા ત્યારે નીલા રંગ સહિત ભગવાનનાં દર્શન થયાં. જ્યારે સિંહાસન ઉપર આસીન ઋષભને નિહાળ્યા ત્યારે અરુણિમા સહિત ભગવાનનાં દર્શન થયાં. જ્યારે ચામર સાથે ભગવાનને નિહાળ્યા ત્યારે શ્વેતવર્ણ સહિત ભગવાનનાં દર્શન થયાં. નીલો રંગ, અરુણ રંગ અને શ્વેત રંગ આ ત્રણેય રંગ ધ્યાન માટે અત્યંત ઉપયોગી છે. ભગવાનની સ્તુતિનો પાઠ કરનાર માત્ર શ્લોકોનો પાઠ કરે છે, શબ્દોનું માત્ર ઉચ્ચારણ કરે છે. તે ઠીક છે, પરંતુ તેના દ્વારા જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એમાંથી જે બોધપાઠ મળવો જોઈએ તે મળી શકતો નથી. આપણે સ્તુતિ શા માટે કરીએ છીએ ? એટલા માટે કરીએ છીએ કે કંઈક લાભ પ્રાપ્ત થાય ! જો આપણને લાભ ન મળે તો કોઈ અર્થ સરતો નથી. પ્રત્યેક ઘટનાની પાછળ એક બોધપાઠ છુપાયેલો હોય છે. જ્યારે તે મળે છે ત્યારે સાર્થકતાની અનુભૂતિ થાય છે.
એક સંન્યાસી બાળપણમાં જ ગુરુ પાસે દીક્ષિત થઈ ગયા. તે ગુરુની પાસે રહેતા, તેમની સેવા-ભક્તિ કરતા. જે ખંડમાં ગુરુ રહેતા તેની સાફ-સફાઈ કરતા. એક દિવસ તે ખંડની સફાઈ કરી રહ્યા હતા, ખંડમાં ગુરુની પ્રિય મૂર્તિ હતી. શિષ્યના હાથથી તે મૂર્તિ નીચે પડી અને તૂટી ગઈ. શિષ્ય ગભરાઈ ગયો, તેણે વિચાર્યું કે ગુરુજીને આ મૂર્તિ પોતાના ગુરુ પાસેથી મળી હતી, તે ગુરુપ્રદત્ત
આ મૂર્તિનો ભારે મહિમા ગાય છે. આ ખંડિત મૂર્તિ જોઈને તેઓ શું વિચારશે ? હવે હું શું કરું? એકાએક તેના મનમાં એક વિચાર પ્રગટ્યો. થોડીક ક્ષણો પછી તે એ ગુરુના ખંડમાં ગયો, શિષ્ય ગુરુને પ્રણામ કરીને કહ્યું, “હે ગુરુવર ! એક જિજ્ઞાસા છે, આપ તેનું સમાધાન કરશો ? ૧૧૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ નાગણ દ્વારા આ 4 કાર્બ કરી છે . [૪ ફરી જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org