________________
આવે છે. કાવ્યાનુશાસનના મત મુજબ કવિને પોતાના સમય અને સિદ્ધાંત હોય છે. કવિનો સમય સામાન્ય સિદ્ધાંત સાથે નથી મળતો. સૌ જાણે છે કે સમુદ્રમાં કમળ નથી હોતું, કમળ તળાવમાં હોય છે, પુષ્પકરણીમાં હોય છે, મીઠા જળમાં હોય છે. તે ક્યારેય સમુદ્રના ખારા જળમાં નથી ખીલતું. કવિનું સત્ય તેના કરતાં સર્વથા ભિન્ન છે. તેની સામે સત્ય-અસત્ય હોતું જ નથી. એ કવિનું સત્ય છે કે જ્યાં જળાશય છે, જળ છે ત્યાં કમળનું વર્ણન કરી દો. સામાન્ય માણસ તો એમ કહેશે કે એ વાત અસત્ય છે. સમુદ્રમાં કમળ નથી ખીલતું, પરંતુ કવિ માટે તે સત્ય છે. તે સમુદ્રમાં પણ કમળ ખિલાવી શકે છે. સ્તુતિકાર પોતાની કલ્પના દ્વારા કથ્યને કોઈપણ રૂપ આપી શકે છે. યથાર્થને પરખવાનો અલગ દૃષ્ટિકોણ હોય છે. સ્તુતિકારે જે રૂપમાં જોયું, તે જ રૂપમાં તેની તુલના કરી દીધી. જેવી રીતે ઉદયાદ્રિમાંથી કિરણો ફૂટે છે, એવી જ રીતે આદિનાથના સિંહાસનમાંથી કિરણો ફૂટી રહ્યાં છે. જેવી રીતે અંશુની (સૂર્યકિરણોની) લતા હોય છે, તેવી રીતે મણિઓમાંથી નીકળતાં કિરણોની લતા હોય છે. તે કિરણોની વચ્ચે જેવી રીતે સૂર્યનું બિંબ પ્રભાસ્વર છે, તેવી જ રીતે આદિનાથનું શરીર પ્રભાસ્વર થઈ રહ્યું છે. ઉદયાદ્રિ અને સિંહાસન, અંશુલતા અને મણિ નિઃસૃત કિરણો, સૂર્યનું બિંબ અને આદિનાથનું શરીર - આ તુલનાને કાવ્યનો વિષય બનાવતાં માનતુંગસૂરિએ પ્રસ્તુત શ્લોકની રચના કરી દીધી -
સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર, વિભાજતે તવ વપુઃ કનકાવદાતમ્ । બિમ્બ વિયલિસદંશુલતાવિતાન, તુંગોદયાદ્રિશિરસીવ સહસ્રશ્યેઃ ।।
અશોકવૃક્ષ અને સિંહાસન પછી માનતુંગની દૃષ્ટિ ચામર ઉપર કેન્દ્રિત થઈ ગઈ. તીર્થંકરનો એક અતિશય એ છે કે તેમની ઉપર ચામર ઢોળવામાં આવે છે. ચામર જોઈને માનતુંગસૂરિના મસ્તિષ્કમાં એક નવી કલ્પના જાગી ઊઠી. વિકલ્પ જાગ્યો કે ચામરના પરિપાર્શ્વમાં આદિનાથની છબી કેવી લાગે છે ? આપણો નિર્ણય પરિપાર્શ્વના આધારે થાય છે, કોઈ પરિપ્રેક્ષ્ય અથવા સંદર્ભના આધારે થાય છે. સંદર્ભ વગર કોઈ અર્થ નથી થતો. સ્તુતિકારે ચામરની સાથે ભગવાનના શરીરને જોયું તો શરીરની છબી બદલાઈ ગઈ. આદિનાથની ચારે તરફ શ્વેત ચામર ઢોળાઈ રહ્યા છે. એમ લાગી રહ્યું છે કે જાણે ચારે તરફ શ્વેતિમા પ્રસરી રહી હોય. શ્વેતિમા માટે કવિઓએ કુંદનાં ફૂલોનો ખૂબ પ્રયોગ કર્યો છે. કુંદનું ફૂલ ખૂબ જ શ્વેત હોય છે. કુંદના જેવું અવદાત શ્વેત ચામર સમ્મોહક લાગી રહ્યું છે. શ્વેતિમા જ શ્વેતિમા પાથરી રહી છે. જાણે ચામર નહિ, કુંદનાં ફૂલો જ વરસી રહ્યાં હોય ! તેનાથી ભગવાનના પરિપાર્શ્વમાં ક્ષેતિમા વ્યાપ્ત થઈ ગઈ
ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org