________________
પ્રગટ્યો અગાધ વિશ્વાસ થઈ ગયુંમુક્ત આકાશ સુખ અને શાંતિનો શ્વાસ શક્તિ અને ભક્તિનો ઉજાસ વ્યાપ્ત થયો કણ-કણમાં માણસના હૃદયાંગણમાં.
બંધન-મુક્તિના એ હસ્તાક્ષર વિશ્રુત સ્તોત્ર છે ભક્તામર હજારો વ્યક્તિઓના સ્મૃતિપટલ ઉપર અંકિત છે અક્ષર-અક્ષર દરરોજ કરે છે સ્તુતિગાન આદિનાથનું ધરે છે ધ્યાન. શું વિધિયુક્ત હોય છે સ્તુતિ ? જ્ઞાત છે મહત્ત્વ અને પરિણતિ. કાવ્યનું શુદ્ધ ઉચ્ચારણ ? અર્થનું સમ્યગુ અવધારણ ? પળ-પળ આરાધ્યથી અનુસ્મૃતિ ? ઈષ્ટની સાથે તાદાભ્યની અનુભૂતિ ?
મહાપ્રજ્ઞનું અણમોલ સર્જન ભક્તામર : અન્તસ્તલનો સ્પર્શ સ્તોત્ર કાવ્ય ઉપર વિશદ વિમર્શ માનતુંગની કાવ્યાત્મક સ્તુતિનું અપ્રતિમ ભક્તિ અને શક્તિનું હૃદયસ્પર્શી આલેખન વૈજ્ઞાનિક વિશ્લેષણ જેનાથી આપ્લાવિત થશે ભક્ત-હૃદય આત્મવિશ્વાસનો ઉદય અંધવિશ્વાસનો વિલય શક્તિનો નવો અભ્યદય ઊર્જનો ભવ્ય નિલય શ્રદ્ધા અને આસ્થાનો પ્રકર્ષ અર્પશે જીવનને નવો ઉત્કર્ષ
- મુનિ ધનંજયકુમાર
તેરાપંથ ભવન ગંગાશહર (રાજસ્થાન) ૫ સપ્ટેમ્બર, ૧૯૯૭
M
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org