________________
સાપ તેને કરડતા નથી. સમાચારપત્રમાં એક વખત વાંચ્યું કે એક વ્યક્તિએ ઝેરી સાપો પાસે રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ખંડમાં ચારે તરફ સાપ જ સાપ.” તેમની વચ્ચે તે વ્યક્તિએ ઘણા દિવસો પસાર કર્યા. કોઈ સાપ તેને કરડ્યો નહિ કે તેને કશું નુકસાન પહોંચાડ્યું નહિ. તે સૌનો મિત્ર બની ગયો હતો.
હકીકતમાં મૈત્રીનો પ્રયોગ અત્યંત શક્તિશાળી હોય છે. જેણે તમામ જીવો સાથે મૈત્રી સાધી લીધી હોય તેનો દુશ્મન કોણ હોય ? આ મૈત્રી માત્ર શબ્દોમાં જ નહિ, અંતઃકરણના ભાવોમાં વિકસિત થવી જોઈએ. જે માણસ મૈત્રીનો આટલો વિકાસ કરી લે છે, કોઈના વિશે ન તો ખરાબ વિચારે છે કે ન તો ખરાબ બોલે છે અને ન તો કોઈના માટે અનિષ્ટ ઇચ્છા કરે છે, નિરંતર મૈત્રીની ભાવનાનું સંપ્રેષણ કરે છે તેના તમામ જીવ મિત્ર બની જાય છે, તમામ જીવજંતુ તેની પાસે આવવા માંડે છે. કહેવામાં આવ્યું કે વીતરાગ પાસે સિંહબકરી એક જ કિનારે ઊભા રહીને પાણી પીએ છે. જન્મથી વિરોધી હોય તે પણ વૈરભાવ ભૂલી જાય છે. સૌ એક સાથે આવે છે, પાસે પાસે બેસે છે. કોઈના મનમાં ભય અને શત્રુતાનો ભાવ પેદા થતો નથી.
એક સાધક પાસે ઘણાં બધાં પશુ-પક્ષીઓ બેઠાં હતાં. થોડીક ક્ષણો પછી એક બીજો સાધક ત્યાં આવ્યો. તેના આવતાં જ તમામ પશુઓ ભાગી ગયાં, તમામ પક્ષીઓ ઊડી ગયાં. વિસ્મિત સાધકે પૂછ્યું, આ શું થયું ? હમણાં સુધી તો બધાં બેઠાં હતાં. મારા આવવાથી બધાં કેમ ચાલ્યાં ગયાં ? સાધકે હસતાં હસતાં કહ્યું, તમે મૈત્રીની સાધના કરી નથી. અભયની સાધના કરી નથી તેથી.
જ્યાં સુધી મૈત્રીનું વાતાવરણ તમારા અંતરમાં પેદા થતું નથી ત્યાં સુધી તમારી પાસે કોઈ રહી શકતું નથી.
પશુ-પક્ષીઓમાં ખૂબ સૂક્ષ્મ જ્ઞાન હોય છે. તેમનું સ્થૂળજ્ઞાન, બાહ્યજ્ઞાન વિશેષ નથી હોતું, પરંતુ ભીતરનું જ્ઞાન ખૂબ શક્તિશાળી હોય છે. તે દૂરથી જ ઓળખી જાય છે કે સામે આવનાર વ્યક્તિ કેવી છે. તે આઘાત આપવા માટે આવી રહી છે કે મૈત્રી કરવા માટે આવી રહી છે ? તેના ભાવ કલુષિત છે કે નિર્મળ ? એક ખંડમાં કેટલાક છોડ રાખવામાં આવ્યા. એક વ્યક્તિને કહ્યું કે તમે અંદર જઈને પાંચ-સાત પાંદડાં તોડી લાવો. તે વ્યક્તિ ખંડમાં ગઈ. પાંદડા તોડી લાવી. છોડની પ્રતિક્રિયાને વ્યક્ત કરનારાં ઉપકરણો ત્યાં મૂકેલાં હતાં. તે ખંડમાં બીજી વ્યક્તિ ગઈ, છોડ શાંત રહ્યા, કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી. બીજી વખતે પાંચ વ્યક્તિ ગઈ, તેમાં એક વ્યક્તિ એ હતી કે જેણે પાંદડાં તોડ્યાં હતાં. ખંડમાં પ્રવેશ કરતાં જ છોડવાઓએ પ્રતિક્રિયા શરૂ કરી દીધી. ગેલ્વેનોમીટરની સોય ફરવા લાગી. દુશ્મન આગમનનો પગરવ સાંભળતાં જ છોડ ધ્રુજી ઊઠ્યા. ૧૪૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ; બબડ રુ, બાકી રહી છે. બાળકો ના કોળી છાશ પણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org