________________
ગોવાળે તીવ્ર સ્વરે નિવેદન કર્યું, રાજા ! હું આપનો દુશ્મન નથી, હું આપનો સેવક છું.
રાજા થોભ્યો. ઘોડા ઉપરથી નીચે ઊતર્યો. ગોવાળે રાજાનું અભિવાદન કર્યું. રાજા બોલ્યો, “સારું થયું કે તું બોલી ગયો, નહિતર હું તને મારી નાખત.”
ગોવાળ બોલ્યો, “હે દયાળુ નરેશ! આપનામાં અનેક વિશેષતાઓ છે પરંતુ માણસને ઓળખવાનું આપને નથી આવડતું.”
રાજાએ પૂછ્યું, “તું શું કહેવા માંગે છે ?'
ગોવાળ બોલ્યો, “જુઓ, હું સેંકડો ઘોડા ચરાવી રહ્યો છું. તેમાંથી આપના ઘોડાને તરત ઓળખી લઉં છું. આપ આપના ભક્ત અને નોકરને ઓળખી ન શક્યા. આપ એ પણ ન જાણી શક્યા કે આ માણસ મારો છે.”
રાજા આ વાત સાંભળીને શરમાઈ ગયો.
આ સમસ્યા માત્ર રાજાની જ નથી, દરેક માણસની છે. તે પોતાની જાતને પણ નથી ઓળખી શકતો, તેથી ભયગ્રસ્ત બની રહ્યો છે. જો વ્યક્તિ પોતાના જીવનનું વિશ્લેષણ કરે તો ખબર પડે કે કાલ્પનિક ભય કેટલો છે અને યથાર્થ ભય કેટલો છે! બે કાપલીઓ બનાવો. એક કાપલીમાં એમ લખો કે આજે કાલ્પનિક ભય કેટલો અનુભવ્યો. બીજી કાપલીમાં એમ લખો કે આજે વાસ્તવિક ભય કેટલા આવ્યા. તમારી પહેલી કાપલી પૂરેપૂરી ભરાઈ જશે. બીજી કાપલી સાવ અધૂરી રહેશે. વાસ્તવિક ભય ખૂબ ઓછો હોય છે. સંશય, કલ્પના અને સંદેહજનિત ભય વિશેષ હોય છે. સ્તુતિકાર ભગવાન આદિનાથની સ્તુતિના માધ્યમ દ્વારા અભયની ચેતનાને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે કાલ્પનિક અને વાસ્તવિક બંને પ્રકારના ભયથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન છે. અપેક્ષા એ છે કે આપણે સ્તુતિનું હાર્દ સમજીએ, પોતાના આરાધ્ય સાથે ભેદ-પ્રણિધાન જ નહિ, અભેદ પ્રણિધાન સ્થાપીએ. અભેદ-પ્રણિધાન અભય-ચેતનાની જાગૃતિનો અમોઘ પ્રયોગ છે. આ ભૂમિકા ઉપર જ અભય-જાગરણના મહાન અવદાનનું મૂલ્યાંકન કરી શકાય છે.
કામ કરવા જતા
ભર કરવા
આપ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org