________________
આચાર્ય માનતુંગે સિંહ અને અગ્નિ ભય-નિવારણનો મંત્ર પ્રસ્તુત શ્લોકોમાં ગૂંચ્યો છે. વ્યાખ્યાકારો એમ માને છે કે આ શ્લોક પોતે જ મંત્ર છે. કેટલાક શ્લોકની સાથે મંત્રોની સંયોજના કરવામાં આવે છે, પરંતુ અભયના જે શ્લોક છે તે સ્વયં મંત્ર છે. તેમનો જ જાપ કરો, અને ભાવના બદલાઈ જશે. અલગ મંત્રનો જાપ કરવાની કશી જ જરૂર નહિ રહે. એવો વિશ્વાસ મૂકવાનું મુશ્કેલ છે કે આ શ્લોક એટલો બધો શક્તિશાળી છે. શું શબ્દોના ઉચ્ચારણ માત્રથી એવું થઈ શકે ખરું ? હકીકતમાં તે શબ્દોનું માત્ર ઉચ્ચારણ નથી, તે પરિણમનનો સિદ્ધાંત છે. યોગની ભાષામાં ગુણ-સંક્રમણનો સિદ્ધાંત છે – પોતાના ધ્યેય સાથે તાદામ્ય સ્થાપો. ધ્યેયમાં જે ગુણ છે તે ધ્યાતામાં સંક્રાત થઈ જશે. એના જ આધારે અનેક વ્યક્તિઓ પોતાના આરાધ્યની ભિન્ન ભિન્ન સ્વરૂપે સ્તુતિ કરે છે. જ્યારે વ્યક્તિ ભયની સ્થિતિમાં હોય છે ત્યારે, “અભય-દયાણું” સ્વરૂપે, જ્યારે ચિંતાની સ્થિતિમાં હોય છે ત્યારે “ચમ્મુ દયાણ” સ્વરૂપે અને જ્યારે ભૂલા પડેલાની સ્થિતિમાં હોય છે ત્યારે મગ દયાણ” સ્વરૂપે પોતાના આરાધ્યની સ્તુતિ કરે છે, તેની સાથે તાદાભ્ય સ્થાપે છે. મનમાં દુર્બળતા હોય ત્યારે બાહુબલીનું ધ્યાન ધરે છે. જ્યારે કષ્ટ-સહિષ્ણુતાનો પ્રશ્ન આવે ત્યારે મહાવીરની સાથે એકાત્મ સાધે છે. સહિષ્ણુતાના સંદર્ભમાં મહાવીર આદર્શ છે. એ જ રીતે જે ગુણનો વિકાસ કરવાનો હોય તેને અનુરૂપ ધ્યેય, ઇષ્ટ અથવા આરાધ્ય સામે પ્રસ્તુત કરી લે છે, તેમની સાથે તાદામ્ય સ્થાપી દે છે અને તે એવા જ બની જાય છે. તેથી આ કથ્યમાં કોઈ શંકા નથી કે ભયનું નિવારણ કરી શકાય છે, અભયની ચેતના વિકસાવી શકાય છે.
અભયની ચેતનાનો વિકાસ ખૂબ આવશ્યક છે. અભયની ચેતના જાગે છે ત્યારે સિત્તેરથી એશી ટકા દુઃખો આપોઆપ ઘટી જાય છે. મોટાભાગનાં દુઃખો કલ્પનાજનિત હોય છે, વાસ્તવિક નથી હોતાં. માણસ પોતાની કલ્પના દ્વારા એક ભય બનાવી લે છે અને ડરતો રહે છે. જો તે પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે તો સમસ્યાઓ ઓગળી જશે.
રાજા શિકાર કરવા ગયો. તેના અંગરક્ષકો પાછળ પડી ગયા. રાજાનો અશ્વ આગળ નીકળી ગયો. થોડેક દૂર એક ગોવાળ મળ્યો. ગોવાળે જોયું, “અરે, આ તો રાજા છે ! તો પછી તે એકલો કેમ?” તેણે વિચાર્યું કે મારે રાજાને મદદ કરવી જોઈએ. એમ વિચારીને તે આગળ વધ્યો. રાજાએ ગોવાળને જોયો. તેણે વિચાર્યું કે ચોક્કસ આ માણસ કોઈ વિરોધી હોવો જોઈએ અને તે મારા ઉપર આક્રમણ કરવા આવી રહ્યો છે. રાજાએ માણસને ઓળખ્યો નહિ અને તેની કલ્પનામાં એક ભય પ્રવેશી ગયો. શત્રુનો નાશ કરવા માટે રાજાએ ધનુષબાણ હાથમાં લીધાં. ધનુષ-ટંકાર કરીને તીર છોડવાની તૈયારી કરી. ૧૪૦ પ ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ કરી રહી છે. આ રીતે જ . સિવાય કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org