________________
fac
૧૯. નામમાં છુપાઇ છે નાગદમની
આરોગ્ય, શક્તિ અને સફળતા આ તમામનો અમોઘ મંત્ર છે – અભય. જ્યાં ભય વ્યાપક હશે ત્યાં અડધી શક્તિ તો પ્રથમથી જ નષ્ટ થઈ જશે. જ્યાં ભય ઊંડો હોય છે ત્યાં આરોગ્ય બગડી જાય છે અને પાચનશક્તિ પણ તેનાથી પ્રભાવિત થાય છે. ભયની સ્થિતિમાં સફળતાની સીડીઓનું આરોહણ શક્ય નથી બનતું. આચાર્ય માનતુંગ ભયનાં અનેક કારણોની ચર્ચા કરી ચૂક્યા છે. તેમનું પ્રતિપાદ્ય એ છે કે આપની સ્તુતિ કરનાર સર્વથા અભય બની જાય છે. ભયના કારણનું વિશ્લેષણ અને અભયનું આશ્વાસન – આ બંને ધ્વનિઓ તેમના કાવ્યમાં સ્પષ્ટ પ્રતિધ્વનિત થઈ રહી છે.
ભયનું એક કારણ છે – સાપ. સાપ સાપ છે અને માણસ માણસ છે. તેમની વચ્ચે પરસ્પર દુશ્મનાવટ નથી છતાં માણસ સાપથી ખૂબ ડરે છે. તે એટલા માટે ડરે છે કે સાપના કરડવાથી જીવનું જોખમ પેદા થઈ જાય છે. હકીકતમાં બધા જ સાપ ઝેરી નથી હોતા. થોડાક સાપ ઝેરી હોય છે પરંતુ સાપની સમગ્ર જાતને ઝેરી માની લેવામાં આવે છે. તેથી વ્યક્તિ સાપ નામથી જ ડરવા લાગે છે. સામાન્ય રીતે સાપ કરડતો નથી. એ ત્યારે જ કરડે છે કે જ્યારે તેના ઉપર કોઈનો પગ આવી જાય અથવા કોઈ તેની છેડછાડ કરે. ખૂબ પ્રસિદ્ધ ઘટના છે. તેરાપંથના સાતમા આચાર્ય પૂજ્ય ડાલગણિને કોઈકે પ્રાર્થના કરી, ગુરુદેવ ! કૃપા કરીને અમારું ધ્યાન રાખજો. ડાલગણિએ કહ્યું, ભાઈ ! સાવધાન તું પણ રહેજે. અમે ભૂલ વગર ઠપકો નહિ આપીએ. સજા કે પ્રાયશ્ચિત્ત પણ નહિ આપીએ. પરંતુ સાપની પૂંછડી ઉપર તું પણ પગ ન મૂકીશ, તું પણ ભૂલ ના કરીશ. રાજસ્થાની ભાષાની પ્રચલિત ઉક્તિ છે - ગોગાસા (સર્પદેવ) કરડશો નહિ, આ પ્રાર્થનાનો ઉત્તર આ સ્વરમાં આપવામાં આવે છે - પૂંછડી ઉપર તું પણ પગ મૂકીશ નહિ. આચાર્ય માનતુંગે આ તથ્યને સ્વાભાવિક અભિવ્યક્તિ આપી ૧૪૨ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org