________________
સૂર્ય પછી આચાર્ય માનતુંગનું ધ્યાન ચંદ્રમા ઉપર કેન્દ્રિત બન્યું. જો તેમણે પ્રથમ ચંદ્રમા સાથે તુલના કરી હોત તો સારું થાત. એવી આપણી કલ્પના થઈ શકે છે, પરંતુ સ્તુતિકાર તો સ્વતંત્ર હોય છે. લેખક અને વિચારક સ્વતંત્ર હોય છે. તે પોતાની સૂઝ-બૂઝ દ્વારા અથવા વિશેષ પ્રયોજન દ્વારા પ્રથમ વર્ણનીયને પછી અને પછીના વર્ણનીયને પ્રથમ વર્ણિત કરી દે છે. તે તેની પોતાની ઇચ્છાનો પ્રશ્ન છે.
એક પ્રશ્નને કારણે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો. એક જણે કહ્યું કે, સિંહ ત્યારે જ પેદા થાય છે કે જ્યારે સિંહણ ઈડું મૂકે છે. બીજાએ કહ્યું, “ના, સિંહ ઈંડામાંથી નથી નીકળતો, સિંહ શાવક સ્વરૂપે જ પેદા થાય છે. આ વાતને કારણે વિવાદ વધી ગયો. એ જ વખતે કોઈ ત્રીજો માણસ ત્યાંથી પસાર થયો બંનેને વિવાદ કરતા જોઈને તેણે પૂછ્યું, “ભાઈ, તમે શા માટે આમ લડી રહ્યા
છો ? વાત શી છે ? બંને એ પોતપોતાની કલ્પના જણાવી. એક જણે કહ્યું કે 'સિંહ ઈંડામાંથી પેદા થાય છે, બીજાએ કહ્યું કે સિંહ ઈંડામાંથી પેદા થતો નથી. પેલા માણસે હંસીને કહ્યું, “તમે બંને મૂર્ખ છો. સિંહ તો જંગલનો રાજા છે. એ એની મરજીની વાત છે કે એણે ઈડામાંથી પેદા થવું કે શાવક રૂપે પેદા થવું. તેની જેવી ઇચ્છા હોય તેવું તે કરે !”
- કવિ સ્વતંત્ર હોય છે. માનતુંગે એ જ સ્વતંત્રતાનો પ્રયોગ કર્યો અને સૂર્યને પ્રથમ તથા ચંદ્રને પછી કાવ્યનો વિષય બનાવ્યો. તેમાં કંઈક કારણ હોઈ શકે છે. ખરેખર તો બંને શ્લોક જોડાયેલા છે. તેની પુષ્ટિ પણ પ્રસ્તુત શ્લોક કરે છે -
નિત્યોદય દલિતમોહમહાન્ધકાર ગમ્ય ન રાહુવદન ન વારિદા નામ / વિભાજને તવ મુખાજમનલ્પકાન્તિ
વિદ્યોતયજ્જગદપૂર્વશશાંકબિમ્બસ્ / માનતુંગ કહે છે કે ચંદ્રનો અસ્ત થઈ જાય છે. આપ નિત્ય ઉદિત રહો છો. સૂર્યના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આપ ક્યારેય અસ્ત નથી થતા અને ચંદ્રમાના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આપ નિત્યોદય છો. બંનેનો તાત્પર્યાર્થ ભિન્ન નથી. ચંદ્રમા રાત્રે ચમકે છે અને સવારે વાદળના ટૂકડા જેવો બની જાય છે. ચંદ્રમા અંધકારને દૂર કરે છે પરંતુ તે ખૂબ ઓછા અંધકારને દૂર કરે છે. આપે મોહના ગાઢ અંધકારનો નાશ કર્યો છે. નિત્યોદયનો હેતુ એ જ છે. એ જ નિત્ય ઉદિત રહી શકે છે કે જેણે મોહના અંધકારનો વિલય કરી દીધો હોય. જેણે મોહને ક્ષીણ નથી કર્યો, ક્યારેક ઉદિત થાય છે અને ક્યારેક અસ્ત પામે છે. ઉદિતોદિત એ જ છે કે જેનો મોહ ક્ષીણ થઈ ચૂક્યો હોય. દu ભક્તામર અંતસ્તલનો સ્પર્શ જાણીતા કી જ દીધી.
કોઈકની ભરતી ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org