________________
२४. त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनंगकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।। આપ અવ્યય છો – ચયાપચયથી મુક્ત છો, સ્થિર સ્વભાવવાળા છો, આપ વિભુ છો – પ્રભુ છો, જ્ઞાનશક્તિથી વ્યાપક છો. આપ અચિજ્ય છો – આપની શક્તિ ચિંતનથી પર છે, આપ અદ્દભુત ગુણોથી યુક્ત છો. આપ અસંખ્ય છો – આપના ગુણોની ગણતરી થઈ શકતી નથી. આપ આદ્ય છો - આપ આદિપુરુષ છો, આ યુગમાં ધર્મ વગેરેના પ્રવર્તક છો. આપ બ્રહ્મા છો – આનંદની વૃદ્ધિ કરનારા છો. આપ ઈશ્વર છો - સર્વાધિક ઐશ્વર્યસંપન્ન છો. આપ અનન્ત છો – અનન્ત જ્ઞાન, દર્શનથી સંપન્ન છો. આપ અનંગકેતુ છો – કામ ને શાંત કરવા માટે કેતુ છો. આપ યોગીશ્વર છો – યોગીઓનું ધ્યેય છો. આપ વિદિતયોગ છો – યોગના જ્ઞાતા છો. આપ અનેક છો – ઉપયોગ (ચેતના વ્યાપાર)ની અપેક્ષાએ અનેક છો, ગુણ અને પર્યાયની અપેક્ષાએ અનેક છો. આપ એક છો - દ્રવ્યની અપેક્ષાએ એક છો, અદ્વિતીય છો. આપ જ્ઞાનસ્વરૂપ છો – ચૈતન્યસ્વરૂપ છો. આપ અમલ છો – અત્તરાય, દાન, લાભ વગેરે અઢાર દોષોથી પર છો.
આ રીતે સંતગણ આપનો અનેક રૂપે પ્રવાદ કરે છે, આપને અનેક રૂપે જુએ છે.
આ 'B' ' ' '; ર ા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org