________________
ઈશ્વરવાદ છે ત્યાં ઈશ્વર હંમેશાં ઈશ્વર ૨હેશે અને આત્મા હંમેશાં તેને આધીન રહેશે, હંમેશાં તેની કઠપૂતળી બનીને રહેશે. મોક્ષ પણ હશે તો તેમાં આત્માનો વિલય થઈ જશે. અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. જૈનદર્શનના મત મુજબ સંસારી અવસ્થામાં પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને મુક્ત અવસ્થામાં પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે. તે કશામાં વિલીન થતું નથી. આ જ દર્શનના આધારે માનતુંગે કહ્યું -
નાત્યદ્ભુતં ભુવનભૂષણ । ભૂતનાથ ! ભૂતગુંÎભુવિ ભવન્તમભિરુવન્તઃ । તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા, ભૂત્યાશ્રિતં ય ઇહ નાત્મસમં કરોતિ ।।
હે ભુવનભૂષણ ! હે ભૂતનાથ ! એમાં કશું જ આશ્રર્ય નથી કે આપ
બીજાઓને આપના પોતાના સમાન બનાવી દો છો અથવા બીજા લોકો આપના સમાન બની જાય છે. એવા ભગવાનનો શો અર્થ કે જે ભક્તને પોતાના સમાન ન બનાવે ?
એમ નથી થયું કે મહાવીર સદાય ઊંચે રહ્યા અને ગૌતમ સદાય નીચે રહ્યા. એક દિવસ ગૌતમ પણ મહાવીર બન્યા. ગૌતમ ખૂબ જ્ઞાની હતા પરંતુ એક દિવસ તેઓ ખિન્ન થઈ ઊઠ્યા. મહાવીરે કહ્યું, ગૌતમ ! તું આ રીતે ખિન્ન ના થઈશ. એક દિવસ એવો આવશે કે જ્યારે તું અને હું અભિન્ન બની જઈશું, એકાર્થક બની જઈશું. મહાવીર તરફથી આ ખૂબ મોટું આશ્વાસન હતું. ગૌતમ
માટે. બીજાને પોતાના સમાન બનાવી દેવો એ ઘણી મોટી વાત છે. એ ઇચ્છનીય નથી કે ભક્ત સદાય ભક્ત બની રહે અને ભગવાન સદાય ભગવાન બની રહે. મને તો એવા ભગવાન જરા પણ પસંદ નથી. મને તો એ ભગવાન પસંદ છે કે જે આપણને પણ તેમના સમાન બનાવી દે. જૈનદર્શનનો આ જે આત્મકર્તૃત્વનો સિદ્ધાંત છે, આત્માથી પરમાત્મા બનવાનો સિદ્ધાંત છે, તે અત્યંત આકર્ષિત કરનારો સિદ્ધાંત છે. આ જ સિદ્ધાંતના આધારે સ્તુતિ કરતાં માનતુંગે કહ્યું કે, ‘પ્રભુ ! ભૂતગુણો - યથાર્થ ગુણો થકી જે આપની સ્તુતિ કરે છે, તે આપના જ સમાન બની જાય છે.’ મહાવીર કેવળી બન્યા, ગૌતમ પણ કેવળી બની ગયા. મહાવીર મુક્ત બન્યા, ગૌતમ પણ મુક્ત બની ગયા. મહાવીર સિદ્ધ અવસ્થામાં છે, ગૌતમ પણ સિદ્ધઅવસ્થામાં છે. ન હીન કે ન વિશેષ ! ન અલ્પ કે ન અધિક - બંને સમાન !
–
માનતુંગે કહ્યું, પ્રભુ ! આપની સ્તુતિમાં મારો પણ એક સ્વાર્થ છે અને તે એ છે કે આપની સ્તુતિ કરીને હું પણ આપના જેવો જ બની જાઉં. જે પોતાના સમાન ઐશ્વર્યયુક્ત ન બનાવી શકે, એવા ભગવાનનો શો અર્થ ?
૪૨ – ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org