________________
રાજનીતિમાં તો એમ બને છે કે કોઈ પોતાના કરતાં આગળ કોઈને પણ જવા દેવા નથી ઇચ્છતું. કોઈ આગળ જાય તો તેનાથી પોતાના અસ્તિત્વ સામે જોખમ પેદા થાય છે. એક સમય એવો હતો કે દેશમાં એક જ ચૂંટણીપંચ હતું. રાષ્ટ્રપતિએ અધ્યાદેશ આપીને ચૂંટણી-આયોગને ત્રણ સભ્યોનું બનાવી દીધું. એકમાંથી ત્રણ કરી દેવાથી મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો.
જૈનદર્શને આ એકાધિકારને સમાપ્ત કરી દીધો. તેની માન્યતા છે કે સૌને સમાન બનાવી દેવાથી કોઈ સમસ્યા બાકી રહેતી નથી. સમસ્યા ત્યાં જ ઊભી થાય છે કે જ્યાં અસમાનતા હોય છે, વર્ગભેદ હોય છે, ઊંચ-નીચની વાત હોય છે. અનુત્તર વિમાનના દેવતાઓ સમાન હોય છે. તેમનામાં ન કોઈ સ્વામી હોય છે કે ન કોઈ સેવક હોય છે. તેમનામાં ક્યારેય વિવાદ થતો નથી. સૌ પોતપોતાની મસ્તીમાં રહે છે. કોઈ કોઈને દખલ કરતું નથી. તે લોકો કોઈપણ પ્રકારની વાતમાં પણ રસ લેતા નથી. તેઓ અહમિન્દ્ર છે અને ખૂબ શાંતિપૂર્વક પોતાનું જીવન જીવે છે.
જ્યાં સમાનતા હોય છે, ત્યાં તમામ વિવાદો આપોઆપ શમી જાય છે. તેથી આચાર્ય માનતુંગે આત્મકર્તુત્વના દર્શનના આધારે સ્તુતિ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી. આ બંને શ્લોકોમાં આચાર્યનું આત્મનિવેદન અત્યંત મહત્ત્વનું છે. ભગવાન આદિનાથની સ્તુતિ કરીને એક દિવસ હું પણ સ્વયં ઋષભ બની જઈશ – આચાર્ય માનતુંગ એવા આત્મવિશ્વાસના સાક્ષાત્ નિદર્શન બની ગયા.
* *
.
-
- -
. 3:
- - બારી
કાકા (૧ ડી ડી
ડી :
ભકતામર : તાલ
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org