________________
સંદેહ માનવીને મારે છે અને
વિશ્વાસ માનવીને જીવાડે છે, તેને જાગરૂક બનાવે છે. આત્મવિશ્વાસ બહુ મોટી શક્તિ છે. આ સ્તવન અને સ્તોત્ર આત્મવિશ્વાસ જગાડનારાં છે શ્રદ્ધા અને મનોબળને દૃઢ કરનારાં છે. જેનામાં આત્મવિશ્વાસ પ્રબળ હશે, શ્રદ્ધાબળ અને મનોબળ હશે તે વ્યક્તિ સમસ્યાને પાર કરી શકશે. જે સંશયાત્મા રહે છે, તે ક્યારેય સફળ થઈ શકતો નથી. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કહેવામાં આવી કે – ન ચમત્કાર માનો, ન વિસ્મય અનુભવો, પરંતુ નિયમને જાણો. જે પરિવર્તનનો નિયમ છે, તે છે પારિણામિક ભાવ. જે પારિણામિક ભાવને જાણી લે છે તે પોતાને બદલી શકે છે, ઈક્તિ પરિણમન કરી શકે છે. આચાર્ય માનતુંગે આ શ્લોકોમાં પારિણામિક ભાવની ચર્ચા કરી છે. પારિણામિક ભાવ દ્વારા બંધનો તથા સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાનું આ સૂત્ર વ્યક્તિમાં અપૂર્વ આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org