________________
સમાપ્ત થઈ જાત. ભક્તિમાં જે રસ છે તે “તામ્” – “તું” કહેવામાં છે, તે ભવન્તમ્ - “આપ” કહેવામાં નથી માનતુંગનું હૃદય ભક્તિથી પરિપૂર્ણ હતું તેથી તેમણે ઋષભ માટે “વામ” – “તું” શબ્દનો પ્રયોગ કર્યો.
તામ્” સંબોધન દ્વારા પોતાની સ્તુતિનો આરંભ કરતાં માનતુંગે કહ્યું – મુનિજન તમને પરમ પુમાન કહે છે. અહીં મુનિનો અર્થ સાધુ નથી. મુનિનો અર્થ છે જ્ઞાની. પ્રાકૃતમાં તેનું રૂપ આ રીતે બને છે – મુખયતીતિ મુણી. સંસ્કૃતનું રૂપ છે - મન્યતે ઈતિ મુનિ અથવા મનનાત મુનિ: મુનિનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે - મૌનેન મુનિ - મૌન પાળે તે મુનિ. જો મૌન પાળવાથી મુનિ બની જવાતું હોત તો ઘણા બધા અમુનિઓ પણ મુનિ બની ગયા હોત. અનેક લોકો શારીરિક વિકૃતિઓને કારણે બોલી શકતા નથી. અનેક બાળકો બાળપણથી જ સ્વરતંત્રની વિકૃતિથી પીડિત હોય છે. અનેક બાળકો એવા હોય છે કે જેઓ ન સાંભળી શકે છે કે ન તો કાંઈ કહી શકે છે. કેટલાક લોકો અત્યંત રૂપાળા હોય છે, પરંતુ અજ્ઞાની હોવાને કારણે તેઓ બોલી શકતા નથી. હકીકતમાં આવા લોકો મુનિ ન કહેવાય. મૌન એટલે જ્ઞાન.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે જ્ઞાની લોકો છે, તેઓ પોતાને પરમ પુમા સમજે છે, પરમ પુરુષ માને છે. પુમાન શબ્દના બે અર્થ છે – એક બાહ્ય અર્થ છે, બીજો અંતરંગ અર્થ. બાહ્ય અર્થ છે શરીર, અંતરંગ અર્થ છે શરીરમાં રહેતો જીવ.
માનતુંગે કહ્યું – પ્રભુ ! આપનું બાહ્ય પુમાનું પણ અત્યંત પરમ છે, સુંદર છે. અંતરંગ પુમાન્ તો પરમ છે જ. એનું તાત્પર્ય છે – બાહ્ય પુમાન અને અંતરંગ પુમાન્ – શરીર અને આત્મા – બંને ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. બાહ્ય સૌદર્ય છે તેથી આપ પરમ છો. એક શક્તિશાળી શરીર મળ્યું છે, જેના દ્વારા આપ વીતરાગ, કેવલી બની શકો છો, મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. શરીરનાં રંગરૂપ – એ બાહ્ય દૃષ્ટિ છે. શરીર સાથે જોડાયેલાં તત્ત્વો છે – સંહનન અને સંસ્થાન. સમચતુરસ્ત સંસ્થાન અને વજઋષભનારાચ સંહનન - એ બંને ઉત્કૃષ્ટ હોય છે. આ બંનેના યોગ થકી જ ઘણી બધી આત્મિક ઉપલબ્ધિઓ વિકસિત થાય છે. આ બંને યોગ આપના શરીરમાં ઉપલબ્ધ છે, તેથી જ્ઞાનીઓ માને છે કે – બાહ્ય અને આંતરિક બંને વ્યક્તિત્વ પરમ છે.
આપની બીજી વિશેષતા આદિત્યવર્ણ હોવાની છે. આંતરિકશક્તિના વિકાસ માટે સૌથી સારો રંગ અરુણ માનવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનમાં દર્શન કેન્દ્ર ઉપર બાલસૂર્યનું ધ્યાન કરાવવામાં આવે છે. ધ્યાનની ક્ષણે એવો નિર્દેશ આપવામાં આવે છે કે અંતર્દષ્ટિના વિકાસ માટે અરુણ રંગનું ધ્યાન કરો. ખૂબ મહત્ત્વપૂર્ણ છે આદિત્યવર્ણ. તેમાં તમામ રંગ સમાઈ જાય છે. સ્પેક્ટ્રમના જે ના જ છે લક્ષ૬ ૧૬
કરે ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org