________________
વિશેષતાનું વર્ણન કર્યું છે. ગુણી માણસના ગુણોને જાણનાર લોકો આ જગતમાં ખૂબ ઓછા મળે છે. માણસના અવગુણોને ગ્રહણ કરવાની દૃષ્ટિ તો ખૂબ વિકસિત હોય છે, પરંતુ ગુણોને ગ્રહણ કરવાની દૃષ્ટિ પ્રાયઃ સંકુચિત હોય છે. જ્યાં કોઈના ગુણાનુવાદનો પ્રસંગ આવે છે ત્યારે મોં લગભગ સિવાઈ જાય છે. જ્યાં અવર્ણવાદ કે નિંદાનો પ્રસંગ આવે છે ત્યાં મુખ વિકસ્વર બની જાય છે. ગુણીના ગુણોની ઓળખ અને મૂલ્યાંકન કરવામાં દરેક વ્યક્તિ કુશળ નથી હોતી. રત્નની ઓળખ અને મૂલ્યાંકન જેટલું એક ઝવેરી કરી શકે છે, તેટલું કોઈ આદિવાસી ભીલ નથી કરી શકતો. કોઈ આદિવાસી રત્નને કાચનો ટુકડો સમજે છે અને તેનું મૂલ્ય પાંચ રૂપિયા હોય છે. કોઈ રત્ન-પરીક્ષક રત્નને બહુમૂલ્ય મણિ અને માણેક તરીકે જુએ છે. તેને માટે તે સવાલાખનો પણ હોઈ શકે છે, નવ લાખનો પણ હોઈ શકે છે અને કરોડનો પણ હોઈ શકે છે.
ભીલ અને તેની પત્ની ક્યાંક જઈ રહ્યાં હતાં. રસ્તામાં ચેત મોતીનો હાર મળ્યો. ભીલે કહ્યું, “મોતીની માળા છે, પહેરી લે.” ભીલપત્ની બોલી, “નથી જોઈતી આવી માળા. માત્ર શ્વેત મોતી છે. એના કરતાં તો મારા ગળામાં પડેલો છીપલાંનો હાર સારો છે. લાલ અને કાળા રંગનો આ હાર કેવો સુંદર લાગે છે. તેની સામે આ મોતીની કોઈ વિસાત નથી.”
જેણે છીપલાંના લાલ-શ્યામ રંગને જ મૂલ્યવાન જાણ્યો હોય તે ક્યારેય મહાર્ણ રત્નોનું મૂલ્ય આંકી શકતો નથી. ગુણોના મૂલ્યાંકન માટે જેવી દૃષ્ટિ જોઈએ તેવી સૌ કોઈ પાસે નથી હોતી. માનતુંગ કહે છે કે કોઈ અન્ય આપના ગુણોનું મૂલ્યાંકન કરે કે ન કરે, પરંતુ મારી દૃષ્ટિએ તે ગુણોનું મૂલ્યાંકન અનિર્વચનીય છે. તેથી હું એમ કહું છું કે આવો પુત્ર કોઈ માતાએ પેદા નથી કર્યો.
5 //
મા. શાક Afts' per , ક્ષણ, રહા
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org