________________
ઊઠી જતી. બે-ત્રણ સામાયિક કરતી. સામાયિકમાં તે ઢાળો (ગીત) સંભળાવતી. તે ઢાળો મારા સુપ્ત મનને સ્પર્શવા લાગી અને તેમાંથી સંસ્કારનું નિર્માણ થયું. એ જ સંસ્કારોના કારણે હું આચાર્ય ભિક્ષુ પ્રત્યે આસ્થાશીલ બની ગયો. મેં આચાર્ય ભિક્ષુને ક્યારેય જોયા નથી, છતાં તેમના પ્રત્યે શ્રદ્ધા દૃઢ થઈ ગઈ. એ શ્રદ્ધા કઈ રીતે ઉત્પન્ન થઈ ? બાળપણમાં માતાએ વારંવાર ભિક્ષુનાં સ્તુતિગીતો સંભળાવ્યાં, એના સંસ્કાર બની ગયા અને એક આસ્થાનું નિર્માણ બની ગયું. આપણે ભલે સારી વાત સાંભળીએ કે ખરાબ – જે વાત વારંવાર સાંભળીશું. જે ચીજ દરરોજ વારંવાર જોઈશું તેના સંસ્કાર આપણા મસ્તિષ્કમાં દૃઢ થતા જશે. જે માતા સંતાનને સંસ્કારી બનાવવામાં સમુદ્યત રહે છે તે હંમેશાં શ્રેષ્ઠ પુત્રના નિર્માણનું શ્રેય પામે છે.
માનતુંગ માતા અને પુત્ર બંનેની વિશિષ્ટતાને રેખાંકિત કરી રહ્યા છે. જે માતા સંસ્કારનિર્માણની પોતાની જવાબદારી ન નિભાવે તે સારી નથી. જે પુત્ર વિનમ્ર અને શક્તિસંપન્ન ન હોય, નકામો અને ભારરૂપ હોય તે પુત્ર પણ સારો નથી. તેથી સ્તુતિકારે કહ્યું – પ્રભુ ! આપનાં બંને પાસાં ખૂબ શક્તિશાળી છે. આપની માતા કેવી વિશિષ્ટ હતી, નિર્મળ અને મહાન હતી ! આપ પોતે પણ કેવા મહાન અને પવિત્ર હતા ! માતા અને પુત્ર બંનેના અતુલનીય ચરિત્રને નજર સામે રાખીને માનતુંગ સૂરિએ આ એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું કે કોઈ માતાએ આપના પુત્ર જેવા પુત્રને જન્મ નથી આપ્યો.
પોતાની વાતને આગળ વધારતાં માનતુંગ કહે છે કે તમામ દિશાઓમાં નક્ષત્રો અને તારા છે. પ્રકાશ દરેક દિશામાં જાય છે, પરંતુ સૂર્યને તમામ દિશાઓ ઉદિત સ્થી કરતી. સૂર્ય કઈ દિશામાં નીકળે છે ? અંશુ તમામ દિશાઓમાં છે, પરંતુ અંશુની જાળ તમામ દિશાઓમાં નથી. અંશુમાલીને પૂર્વ દિશા જ ઉદિત કરે છે. માનતુંગે ખૂબ સુંદર તુલના કરી છે – પ્રકાશ થવો એક વાત છે, પ્રકાશપુંજને પ્રગટ કરવો તે બીજી વાત છે. જ્યારે પ્રકાશપુંજ પ્રગટ થાય છે ત્યારે તમામ દિશાઓ પ્રકાશિત થઈ ઊઠે છે. માતા મરુદેવાએ એ પ્રકાશપુંજને જન્મ આપ્યો કે જેણે સમગ્ર અધ્યાત્મ જગતને આલોકિત કરી દીધું ! આ સમગ્ર ભાવનાને માનતુંગે પ્રસ્તુત શ્લોકમાં સમાહિત કરી દીધી છે :
સ્ત્રીણાં શતાનિ શતશ જનાન્તિ પુત્રાનું, નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા / સવ દિશો દધતિ ભાનિ સહસ્ત્રરશ્મિ,
પ્રાચ્ચેવ દિગ જનયતિ સ્ફરદંશુજાલમ્ / આ સ્તુતિમાં આચાર્યું ન તો મરુદેવાના જન્મને કે શરીરને મહત્ત્વ આપ્યું છે, ન તો ઋષભના જન્મ અને શરીરને મહત્ત્વ આપ્યું છે. માત્ર ગુણાત્મક ૮૪ ભકતામર અંતસ્તલનો સ્પર્શ જાણવા મળી રહી જે આ કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org