________________
દ: ક
- -
-
સ્તોત્ર, સ્તવન અને સ્તુતિની પરંપરા ખૂબ જૂની છે. સૂત્રકૃતાંગમાં વીરત્યુઈ’ આવશ્યક સૂત્રમાં ચતુર્વિશતિ સ્તવ – ચોવીસ તીર્થકરોનાં સ્તવન, નંદીની સ્થવિરાવલિ – આ બધા પ્રસિદ્ધ સ્તુતિપાઠ છે. આગમોત્તર કાળમાં અનેક આચાર્યો દ્વારા અનેક સ્તુતિગ્રંથો રચાયા છે. એમાં ભક્તામરનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેને લોક-માન્યતા પ્રાપ્ત થયેલ છે. સેંકડો, હજારો શ્રદ્ધાળુ ભાવિકો તેનો દરરોજ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે અને વિપ્લોઅવરોધોમાંથી ઉકેલ પામે છે.
ભક્તામર સ્તોત્ર મધ્યમ આકારનો સ્તોત્રગ્રંથ છે. તેનું વિષય-વસ્તુ (મૂળ ઉદ્દેશ) ભગવાન ઋષભની સ્તુતિ છે. તે શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓમાં સમાન રૂપે માન્ય છે. તેના શ્લોકોની સંખ્યાના સંદર્ભમાં બે પરંપરાઓ છે. દિગંબર પરંપરામાં તેનાં અડતાળીસ પદ છે શ્વેતામ્બર પરંપરામાં ચુંવાળીસ પદો પ્રચલિત છે. ચાર પદ સ્વતંત્રસૃપે ઉપલબ્ધ છે. આ વિશે ડ. નેમિચન્દ્ર શાસ્ત્રીનો મત છે કે શ્વેતામ્બર પરંપરામાં ૪૪ પદ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે અશોકવૃક્ષ, સિંહાસન, છત્રત્રય અને ચામર – આ ચાર પ્રાતિહાર્યોનાં બોધક પદોનો સમાવેશ કર્યો છે અને પુષ્પવૃષ્ટિ, ભામંડળ, દુભિ અને દિવ્યધ્વનિ - આ ચાર પ્રાતિહાર્યોનાં બોધક પદો રદ કર્યા છે. આ તરફ દિગમ્બર સંપ્રદાયની કેટલીક હસ્તપ્રતોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org