________________
એ છે કે જેના ઉપર ખૂબ મુશ્કેલીથી નિયંત્રણ મેળવી શકાય છે અથવા તો નથી પણ મેળવી શકાતું. આજે કેન્સરનો વ્યાધિ નાઇલાજ મનાય છે. પ્રાથમિક ભૂમિકા ઉપર તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ અંતિમ સ્ટેજ ઉપર તે અસાધ્ય બની જાય છે. તેનો કોઈ ઈલાજ શક્ય બનતો નથી. તે યુગમાં જલોધર એવો જ ભીષણ રોગ હતો. વ્યક્તિ આ રોગને કારણે શોચનીય સ્થિતિમાં મૂકાઈ જતી હતી, તે જીવનની આશા મૂકી દેતી હતી. તેને નજર સામે મોત દેખાતી હતી. શું આવી સ્થિતિમાં વ્યક્તિ બચી શકે ખરી ? શું આ અસાધ્ય રોગનો કોઈ ઉપાય છે ? ઉપાય ક્યારેય સમાપ્ત નથી થતો. નવાં નવાં ઉપાયો આવ્યા કરે છે. દરેક અપાયનો ઉપાય હોય છે. એવું નથી કે માત્ર અપાય જ છે અને કોઈ ઉપાય નથી. માનતુંગ પોતે આ વ્યાધિથી મુક્તિનો ઉપાય બતાવી રહ્યા છે – પ્રભુ ! આપનાં ચરણની ધૂળ અમૃત છે. તે રોગી એ ધૂળનો શરીર ઉપર લેપ કરીને જલોધરથી મુક્તિ મેળવી શકે છે. જેવી રીતે ચંદનનો લેપ કરવામાં આવે છે, તેવી જ રીતે રજોમૃતનો લેપ કરી શકાય છે. જલોધરના ભારથી વાંકો વળેલો માણસ તે લેપ દ્વારા મકરધ્વજતુલ્યરૂપાઃ – કામદેવ સમાન સુંદર બની જાય છે. ઉદભૂતભીષણજલોદરભારભુગ્ગા,
શોચ્યાં દશામુપગતાશચુતજીવિતાશાઃ । ત્વત્પાદપંકજરજોમૃતદિગ્ધદેહાઃ, મર્ત્ય ભવંતિ મકરધ્વજતુલ્યરૂપાઃ
એ કોઈ અતિશયોક્તિવાળી વાત નથી કે ન તો એમાં કોઈ ચમત્કાર છે. અમે લોકો ચમત્કારમાં વિશ્વાસ નથી કરતા. જે નિયમને નથી જાણતો, તેને માટે ચમત્કાર જેવું કંઈક હોય છે, પરંતુ જે નિયમને જાણે છે તેને માટે ચમત્કાર જેવું કાંઈ જ નથી હોતું. અજ્ઞાની જેના ચમત્કાર કહે છે તે જ્ઞાની માટે એક નિયમ છે. ચમત્કારને નમસ્કાર કરો એમ કહેવાને બદલે નિયમને નમસ્કાર કરો એમ કહેવું જોઈએ. દરેક પરિવર્તન ચમત્કારની
પાછળ એક નિયમ હોય છે.
કલક્તા ચાતુર્માસ સંપન્ન કરીને પૂજ્ય ગુરુદેવ રાજસ્થાન તરફ આવી રહ્યા હતા. રસ્તામાં એક કાર અટકી. તેમાંથી એક બંગાળી દંપત્તિ નીચે ઊતર્યું. ગુરુદેવને પ્રણામ કર્યા. ગુરુદેવ પુછ્યું, ‘કેમ આવવું થયું ?’
‘આપને નમસ્કાર કરવા માટે,’
‘શું આપ પરિચિત છો ?’
‘પ્રત્યક્ષ તો નહિ, પરોક્ષ પરિચિત છીએ.’
પરોક્ષ પરિચય ક્યારે થયો હતો ? કઈ રીતે થયો હતો ?’
Jain Education International
ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org