________________
ચિત્ત ઉપર પ્રભાવ ન પાડી શકે, કોઈના મનને આકર્ષી ન શકે તો પછી મારા પ્રયત્નની સફળતા: શી રીતે ગણાય ? આ ખૂબ મોટો પ્રશ્ન છે - કોઈ વ્યક્તિ લેખ લખે, કવિતા લખે, સ્તુતિ લખે અન્ય કાંઈ પણ લખે અથવા તે કાંઈ બોલે, વ્યાખ્યાન આપે અને જો તે બીજા લોકોના ચિત્તને પ્રભાવિત ન કરે, બીજા લોકોને આકર્ષી શકે નહિ તો તેના પ્રયત્નની સાર્થકતા ગણાતી નથી.
માનતુંગસૂરિની સામે પણ આ પ્રશ્ન આવ્યો કે મારી સ્તુતિની સાર્થકતા શી હશે ? શું હું આપની એવી સ્તુતિ કરી શકીશ કે જેથી બીજાઓના ચિત્તને પ્રભાવિત કરી શકું ? બીજા લોકોને આકર્ષી શકું ? આ પ્રશ્નનું સમાધાન પણ સ્તુતિકારે શોધી લીધું કે મારી સ્તુતિ વિદ્વાનોનાં ચિત્તને પ્રભાવિત કરશે અને તે એટલા માટે કરશે કે જેમની સ્તુતિ હું કરી રહ્યો છું તેમની સ્તુતિમાં જ એટલી શક્તિ છે. મારા દ્વારા પ્રયુક્ત રચના સામાન્ય છે, છતાં તે ચિત્તાકર્ષક બનશે. કારણ કે મારો આરાધ્ય ખૂબ શક્તિશાળી છે, ખૂબ સામર્થ્યવાન છે. આ સંદર્ભમાં માનતુંગે પ્રકૃત્તિનું અધ્યયન કર્યું અને એ સત્યને સમર્થન આપનારી વાત પણ શોધી લીધી. તેમણે કહ્યું કે સંપર્ક થકી કેટલો તફાવત આવે છે ? પાણીનું એક ટીપું ગરમ લોઢા ઉપર પડે તો ખબર જ નથી પડતી કે પાણીનું ટીપું પડ્યું હતું કે નહિ. એક ટીપું નલિનીના પાંદડા ઉપર પડે તો તે મોતીનો આકાર ધારણ કરે છે. સંસર્ગ દ્વારા તફાવત પ્રગટ થાય છે. સંસર્ગનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. આપણે કોનો સંસર્ગ કરી રહ્યા છીએ ? માનતુંગે કહ્યું કે, હું ભગવાન ઋષભની પાસે છું તેથી મારે ચિંતા કરવાની કોઈ જરૂરી નથી. મારી સ્તુતિ આપોઆપ વિદ્વાનો માટે આકર્ષણનું કારણ બનશે. કારણ કે હું ઋષભની સ્તુતિ કરી રહ્યો છું અને તે મારા માટે મોટો અવસર બની રહેશે.
સ્તુતિમાં લીન માનતુંગ આવા ચિંતનથી ભાવવિભોર થઈ ઊઠ્યા અને તેમની કાવ્યમય અભિવ્યક્તિ વહેવા લાગી -
મત્વેતિ નાથ ! તવ સંસ્તનં મયેદ - મારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવાત્ । ચેતો હરિષ્યતિ સતોં નલિનીદલેષુ, મુક્તાફલઘુતિમુપૈતિ નનૂદબિંદુ: //
સ્તુતિકારે પોતાની સમસ્યાઓને પ્રગટ થવાની તક પણ આપી અને તેમનું સમાધાન પણ શોધી લીધું. જે શ્રદ્ધા સહિત પોતાનું કાર્ય શરૂ કરે છે અને પ્રકૃતિનું અધ્યયન કરે છે તે સમાધાન શોધી લે છે. જે સમાધાન શોધવાનું નથી જાણતો તેને તે નથી મળતું. એવી વ્યક્તિ સામે સમસ્યા આવતાં જ અટવાઈ જાય છે. માનતુંગસૂરિ એટલા માટે અટવાયા નહિ કે પ્રકૃતિ તેમની સાથે હતી. પ્રકૃતિ એવું દર્પણ છે કે જેમાં પ્રત્યેક વ્યક્તિ સચ્ચાઈને પણ જોઈ શકે છે, ૩૬ ॥ ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org