________________
અપ્રમત્ત વ્યક્તિને કોઈ ભય હોતો નથી. જ્યાં પણ પ્રમાદ હોય છે ત્યાં ભય પેદા થઈ જાય છે: અપ્રમાદ સૌથી મોટી સાધના છે – અભયની. અપ્રમાદ એટલે – અભય અને પ્રમાદ એટલે ભય. ભય પ્રમાદમાંથી પેદા થાય છે અને અભય અપ્રમાદમાંથી પેદા થાય છે. આચાર્ય માનતુંગે અપ્રમત્તતાની સાધના માટે સંકેત આપ્યો છે અને તે સંકેત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ બીજમંત્રોનું, આ શ્લોકોનું ખૂબ મહત્ત્વ છે. જો તેમની સાધના બરાબર ચાલે, આરાધના બરાબર ચાલે તો પેલા આઠ ભયની સાથેસાથે અન્ય ભયમાંથી પણ મુક્તિ પામી શકાય છે. સ્તોત્રની સંપન્નતા આચાર્ય માનતુંગ આ કાવ્ય દ્વારા કરે છે.
સ્તોત્રસજં તવ જિનેન્દ્ર ! ગુૌર્નિબદ્ધાં, ભજ્યા મયા રુચિરવર્ણવિચિત્રપુષ્પા
ઘરે જનો ય ઈહ કંગતામજસે
તે માનતુંગમવશા સમુપતિ લક્ષ્મી: // માનતુંગે કહ્યું – માનતુંગનું લક્ષ્મી વરણ કરે છે. જે માનતુંગ હોય છે તેનું લક્ષ્મી વરણ કરે છે. માનતુંગ સ્તુતિકારનું નામ પણ છે અને માનતુંગનો બીજો અર્થ છે – જેને ખૂબ સન્માન મળે છે તે. સન્માનથી, પૂજાથી પણ જે ઉપર પહોંચી જાય છે તે છે માનતુંગ. તુંગ એટલે શિખર. એટલું બધું સન્માન મળ્યું કે વ્યક્તિ શિખર ઉપર પહોંચી ગઈ. એવરેસ્ટના શિખર ઉપર પહોંચી ગઈ. લક્ષ્મી તેની પાસે આવે છે પરંતુ તે નિમંત્રણથી નથી આવતી, પોતાની ઇચ્છાથી આવે છે. તે એમ વિચારે છે કે હું આ વ્યક્તિ પાસે જાઉં, તેનું વરણ કરું. તે વ્યક્તિની પાસે રહું કે જે માનતુંગ છે. જે વ્યક્તિમાં ગળામાં હાર પહેરે છે, માળા પહેરે છે - ફૂલો અને દોરાની માળા નહિ, પરંતુ ગુણોની માળા પહેરે છે, તે વ્યક્તિ પાસે લક્ષ્મી સ્વયં પહોંચી જાય છે.
તે માળા કેવી રીતે બનાવવામાં આવી છે? માનતુંગ કહે છે – ભગવાન મેં આપની સ્તુતિની માળા બનાવી છે. મેં સ્તવન કર્યું, ચુંવાળીસ શ્લોકો રચ્યા અને એ ચુંવાળીસ મણકાની એક માળા બની ગઈ. માળામાં દોરો હોય છે. દોરા વગર માળા પરોવી શકાતી નથી. પરોવવા માટે દોરો જોઈએ. વીતરાગના જે ગુણ છે તે દોરા છે. ગુણનો એક અર્થ છે – વિશેષતા અને ગુણનો બીજો અર્થ છે -- દોરો. અહીં ગુણના બંને અર્થ છે. આ જગતથી સર્વથા ઊંચી વ્યક્તિ છે વીતરાગ. વીતરાગ સમાન કોઈ મોટો માણસ નથી હોતો. ત્યાં મોટો, નાનો આ શબ્દો સમાપ્ત થઈ જાય છે. જ્યારે વીતરાગતા આવે છે ત્યારે ન તો કોઈ ઊંચો ક્ષમાં રાજા હિનE , જી Kકે મા લીધી. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org