Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 189
________________ ૩૪. ઉચ્ચતનું મહત્નવિનોનવોતમૂર્ત __ मत्तभ्रमद् - भ्रमरनाद - विवृद्धकोपम् । एरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् । જેના ચંચળ કપોલ ઝરતા મદથી મલિન થઈ રહ્યા હોય, મદ પીને ઉન્મત બનેલા તથા ચારે તરફ ઉમટેલા ભ્રમરોના નાદથી જેનો ક્રોધ વધી ગયો હોય, તેવો ઐરાવત સમાન દુર્દાત્ત હાથી આક્રમક મુદ્રામાં આપની સામે આવી રહ્યો છે, તેને જોઈને આપનો આશ્રય લેનાર ભયભીત નથી થતો - અભય રહે છે. રૂ. મિન્નેમ-ન્મ-નિયુષ્યન્ત-શતાવત્ત मुक्ताफलप्रकरभूषितभूमिभागः। बद्धक्रमः क्रमगतं हरिणाधोपोऽपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ॥ જેના દ્વારા હાથિણીઓના વિદીર્ણ કુંભસ્થળમાંથી રક્તધારા અને માથામાંથી નીકળતાં મોતીથી ધરતી ઉજ્વળ-લાલ અને શ્વેતવર્ણની બની રહી છે, તેવો સિંહ પણ આપનાં ચરણ પાસે આવેલી વ્યક્તિ ઉપર આક્રમણ કરતો નથી, તેના પગ બંધાઈ જાય છે, જેણે આપના ચરણયુગલ રૂપી પર્વતનો આશ્રય લીધો છે. ૩૬. જાન્જીત્તશાસ્તવનોદ્ધતનિત્વ दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फुलिंगम् । विश्वं जिधत्सुमिव सम्मुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।। પ્રલયકાળના પવનથી પ્રચંડ અગ્નિસમાન, પ્રજ્વલિત ઉજવળ, તણખા વેરતો જાણે વિશ્વને ભરખી જવાની ઇચ્છા ધરાવતો સામે આવી રહેલો દાવાનળ પણ આપના નામરૂપી કીર્તનના જળથી સર્વથા શાંત થઈ જાય છે. " ની કાર જુદા નામ ની રાહ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194