________________
१८. नित्योदयं दलितमोहमहान्धकारं
गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकांति
विद्योतयज्जगदपूर्वशशांकबिम्बम् ।। ચંદ્રમા માત્ર રાત્રે જ ઉદય પામે છે, તમારું મુખચંદ્ર નિત્ય ઉદિત રહે છે. ચંદ્રમા અંધકારને દૂર કરે છે, તમારું મુખચંદ્ર મોહરૂપી અંધકારને દૂર કરે છે. ચંદ્રમાને રાહુ ગ્રસી લે છે, તમારું મુખચંદ્ર રાહુગ્રસ્ત થતું નથી. ચંદ્રમા વાદળોથી ઢંકાઈ જાય છે, તમારું મુખચંદ્ર વાદળોથી ઢંકાતું નથી. ચંદ્રમા મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તમારું મુખચંદ્ર સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તેથી તમારું મુખચંદ્ર અભુત છે, અત્યધિક કાન્તિવાળું છે.
१९. किं शर्वरीषु शशिनाह्नि विवस्वता वा ?
युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ! निष्पन्नशालिवनशालिनि जीवलोके
___ कार्य कियज्जलधरैर् जलभारनद्रैः ।। હે નાથ ! તમારું મુખચંદ્ર અંધકારને નષ્ટ કરે છે. તો પછી રાત્રે ચંદ્રમા અને દિવસે સૂર્યનું શું પ્રયોજન ? આ જીવજગતમાં જ્યારે ખેતરોમાં ધાન્ય પાકી ચૂક્યું છે તો પછી જળભારથી ઝૂકેલાં વાદળોનું શું પ્રયોજન ?
२०. ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं
नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं
__ नैवं तु काचशकले किरणाकुलेऽपि । પ્રભુ ! જ્ઞાન તમારો આશ્રય પામીને જેવો ઉભાષિત થાય છે તે રીતે હરિ, હર વગેરે નાયકોનો આશ્રય પામીને નથી થતો. મણિઓમાં સ્કુરિત થતા તેજનું દેવું મહત્ત્વ હોય છે તેવું સૂર્યનાં કિરણોથી ચમકતા કાચના ટુકડાનું નથી હોતું.
. તેના
જ
શક તક of
'S',
'કુ
ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org