________________
ફરીથી ઊઠ્યો, તેણે ફરીથી બારી ખોલી નાખી. બીજાએ ફરીથી બંધ કરી દીધી. એક નાટક શરૂ થઈ ગયું. લોકો હેરાન થઈ ગયા. લોકોએ કહ્યું કે આ શું ચાલી રહ્યું છે ? અમે તો કંટાળી ગયા ! તેમની પાસે ટી.ટી. આવ્યો. ટી.ટી.એ પૂછ્યું, ભાઈ સાહેબ ! આપ શું કરો છો ? બારી શા માટે ખોલો છો ? પહેલો માણસ બોલ્યો, બારી શા માટે ન ખોલું ? મને ખૂબ ગરમી લાગે છે. બીજાએ કહ્યું, હું શા માટે બારી બંધ ન કરું? મને ઠંડી લાગે છે ! ટી.ટી.એ બંનેને કહ્યું, તમે જરા ધ્યાનથી જુઓ, બારીમાં કાચ તો છે નહિ. માત્ર બારીની ફ્રેમ જ છે. હવા આવશે શી રીતે કે રોકાશે શી રીતે ? કેવી રીતે ગરમી કે ઠંડી લાગશે ?
કલ્પનાના આધારે માણસ ખૂબ ચાલે છે. એક હોય છે વાસ્તવિક ભય. યથાર્થમાં ભયનું કારણ હોય છે. માનતુંગસૂરિએ ભયનાં આઠ કારણોનું વર્ણન કર્યું છે. આ શ્લોકમાં તેનો ઉપસંહાર આપવામાં આવ્યો છે.
મત્તકિપેન્દ્રમૃગરાજદવાનલાહિસંગ્રામવારિધિમહોદરબંધનોત્થમ્7 તસ્યાશુ નાશકુપયાતિ ભયં ભિયેવ,
યસ્તાવ સ્તવમિમં મતિમાનધીતે | ભયનાં આઠ કારણો છે. ૧. હાથીનો ભય ૫. યુદ્ધનો ભય ૨. સિંહનો ભય ૬. સમુદ્રનો ભય ૩. દાવાનળનો ભય ૭. જલોધરનો ભય ૪. સાપનો ભય ૮. બંધનનો ભય
પ્રસ્તુત શ્લોકમાં આ તમામનો ઉપસંહાર કરીને માનતુંગ કહે છે કે, પ્રભુ ! જે માણસ આદિનાથ ભગવાનની સ્તુતિ કરે છે તેને માટે ભય એક ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે. સ્તુતિકારે ખૂબ સુંદર કલ્પના કરી છે કે ભય શી રીતે ચાલ્યો જશે ? ભય પોતે જ ડરી જશે. જે વ્યક્તિ આપનું સ્તવન કરે છે, આપનું ધ્યાન ધરે છે તેની પાસે આવતાં ડર પણ ડરે છે. ડર કહે છે કે હું ત્યાં જઈ શકતો નથી. આપની સ્તુતિ થકી બીજાઓને ડરાવનાર પણ ડરી જાય છે. તે દૂર જ રહે છે, પાસે આવતો જ નથી. જે બુદ્ધિશાળી માણસ આપના સ્તવનનો પાઠ કરે છે, તેનું અધ્યયન કરે છે, તેનો અધ્યેતા છે અને અત્યંત તન્મયતાપૂર્વક તેનો પાઠ કરે છે તે ભયરહિત થઈ જાય છે. દme ગર કાનાબાર કડાકાર બાઇક, છલા 201ણ્યા છે . ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org