________________
ખૂબ લોહી નીકળ્યું છે. તે ભારે મુશ્કેલીથી ઘેર પહોંચ્યો. ઘેર પહોંચતાં જ પલંગ ઉપર સૂઈ ગયો. સ્વજનોએ પૂછ્યું, “શું થયું ?” તેણે અત્યંત ક્ષીણ
સ્વરમાં કહ્યું, “આજે એટલું બધું લોહી નીકળ્યું છે કે શરીર એકદમ નિર્વીર્ય થઈ ગયું છે. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું, “નાડી બરાબર ચાલે છે, પલ્સ અને પ્રેશર પણ બરાબર છે. કોઈ બીમારી નથી. માણસે પોતાની સમસ્યા વ્યક્ત કરી, “હું એટલો બધો કમજોર બની ગયો છું કે એક ડગલું પણ ચાલી શકતો નથી અને આપ કહો છો કે કોઈ બીમારી નથી ? જ્યારે આ સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક બાળક જાગી ગયો. તેણે જાગતાં જ પલંગની નીચે જોયું અને બોલ્યો, “મારો લોટો અહીંથી ક્યાં ગયો ?”
કયો લોટો ?' “મેં તેમાં હોળી રમવા માટે લાલ રંગ ભરી રાખ્યો હતો.” “ક્યાં મૂક્યો હતો ? “આ પલંગની નીચે.”
“શું તેમાં રંગ હતો ?' – બીમાર વ્યક્તિ એકાએક એમ કહીને પલંગ ઉપર બેઠી થઈ ગઈ.
“હા.'
ઓહ, હું તો એને જ મારું લોહી સમજી બેઠો હતો ! એમ કહીને તે પલંગ ઉપરથી નીચે ઊતર્યો અને સ્વસ્થ થઈ ગયો.
જ્યાં સુધી એવો સંદેહ હતો કે ઘણું બધું લોહી નીકળ્યું છે ત્યાં સુધી તે કમજોર ને અશક્ત હતો. જ્યારે એ આશંકા નિર્મુળ થઈ ગઈવિશ્વાસ પેદા થયો કે તે લોહી ન હોતું, પરંતુ રંગ હતો ત્યારે વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ બની ગઈ.
સંદેહ માણસને મારે છે અને વિશ્વાસ માણસને જીવાડે છે, જાગરૂક બનાવે છે. આત્મવિશ્વાસ બહુ મોટી શક્તિ છે. આ સ્તવનો અને સ્તોત્રો આત્મવિશ્વાસ જગાડનારાં છે, શ્રદ્ધા અને મનોબળને દૃઢ કરનારાં છે. જેનામાં આત્મવિશ્વાસ પ્રબળ હોય, શ્રદ્ધાબળ અને મનોબળ દૃઢ હોય તે સમસ્યાઓને પાર કરી જાય છે. જે સંશયાત્મા રહે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કહેવામાં આવી કે તેને ન ચમત્કાર માનો કેન આશ્ચર્ય અનુભવો. પરંતુ નિયમને જાણો. જે પરિવર્તનનો નિયમ છે તે પરિણામિક ભાવ. જે વ્યક્તિ પારિણામિક ભાવને જાણી લે છે તે પોતાની જાતને બદલી શકે છે, ઇચ્છિત પરિણમન કરી શકે છે. આચાર્ય માનતુંગે આ શ્લોકોમાં પરિણામિક ભાવની ચર્ચા કરી છે. પારિણામિક ભાવ દ્વારા બંધનો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવાનું આ સૂત્ર વ્યક્તિમાં અપૂર્વ આત્મવિશ્વાસ પેદા કરે છે.
. મારી કાર શોધાણા
છે કારણ પ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org