________________
સામે આવી. રણપાલે પૂછ્યું, ‘આપ કોણ છો ? માનુષી છો કે દેવી છો ?’ તે યુવતીએ કહ્યું, ‘હું ચક્રેશ્વરી દેવીની સેવિકા છું. ચક્રેશ્વરી ભગવાન ઋષભની અધિષ્ઠાત્રી દેવી છે. તેમણે મને તમારાં બંધન તોડવા માટે મોકલી છે. તમે ઊભા થઈ જાવ.’
‘હું બંધાયેલો છું, શી રીતે ઊભો થાઉં ?’ ‘તમે પગ તરફ જુઓ, બંધન ક્યાં છે ?’
રણપાલે જોયું તો પગની બેડીઓ તૂટી ગઈ હતી ! તે ઊભો થઈ ગયો. દેવીએ કહ્યું, ‘ચાલો, જ્યાં જવું હોય ત્યાં જાવ.’
‘મારો પુત્ર પણ બંધનમાં છે.’
‘તેને પણ હાથ લગાડો, તેની બેડીઓ તૂટી જશે.’ પિતા-પુત્ર મુક્ત થઈ ગયા.
તેરાપંથના ઇતિહાસનો ખૂબ જાણીતો પ્રસંગ છે - શોભજી શ્રાવકની બેડીઓ તૂટી ગઈ હતી. તેઓ આચાર્ય ભિક્ષુનાં દર્શનમાં એવા તન્મય બની ગયા કે બંધનો તૂટી ગયાં. જ્યાં શ્રદ્ધાનો પ્રકર્ષ થાય છે ત્યાં આવી ઘટનાઓ ઘટે છે. આપ એને ચમત્કાર ન માનશો. આ કોઈ ચમત્કાર નથી, એક નિયમ છે. જ્યાં શ્રદ્ધાનો પ્રકર્ષ થાય છે, આત્મબળ અથવા મનોબળનો પ્રકર્ષ થાય છે ત્યાં માત્ર બેડીઓ જ નહિ, નાગપાશ પણ તૂટી જાય છે. હનુમાને શું કર્યું હતું ? આત્મબળ અને શ્રદ્ધાબળ થકી તેમનો નાગપાશ તૂટી ગયો. શ્રદ્ધાબળ થકી નાગપાશ પણ તૂટી જાય છે, બંધન પણ તૂટી જાય છે.
રણપાલનાં બંધનો પણ તૂટી ગયાં. તેણે દેવીને કહ્યું, ‘અમે બહાર શી રીતે જઈએ ? સશસ્ત્ર સંત્રીઓ ઊભા છે.’ દેવીએ કહ્યું, ‘ચાલો, ચિંતાની કોઈ વાત નથી.’ દેવીની સાથે તેઓ ચાલી નીકળ્યા. એ લોકો સૌને જોઈ શકતા હતા, પરંતુ તેમને કોઈ જોઈ શકતું ન હતું. અદૃશ્ય થવાની પણ એક વિદ્યા છે. દેવીની પાસે અદૃશ્ય શક્તિ હતી. એક ગુટિકા પણ એવી આવે છે કે જેને મોંમાં મૂકવાથી. વ્યક્તિ અદૃશ્ય બની જાય. જ્યાં સુધી તે ગુટિકા મોંમાં રહે છે ત્યાં સુધી વ્યક્તિ અદૃશ્ય રહે છે. જેવી એ ગુટિકા બહાર કાઢવામાં આવે કે તરત તે દૃશ્યમાન બની જાય છે. એ પણ કોઈ ચમત્કાર નથી. એક નિયમ છે. વૈજ્ઞાનિક પ્રયોગ છે. આસપાસ સૂક્ષ્મ પરમાણુઓનું એક વલય બની જાય છે. તે સૂક્ષ્મ પરમાણુઓને ચર્મચક્ષુઓ જોઈ શકતાં નથી. જ્યાં સુધી આપણું શરીર સ્થૂળ છે ત્યાં સુધી બીજા લોકો તેને જોઈ શકે છે. આપણે પોતાના શરીરને સૂક્ષ્મ બનાવી શકીએ તેવી પ્રક્રિયા હાથમાં આવી જાય તો આપણું શરીર પણ અદૃશ્ય બની જાય. અદૃશ્ય બનેલો રણપાલ સુરક્ષિત રીતે પોતાના કિલ્લામાં પહોંચી ગયો. આચાર્ય માનતુંગ એ જ અનુભૂત સચ્ચાઈનું ઉદ્ઘાટન કરી રહ્યા છે – ઇ ભક્તામર : અંતસ્તલનો પર્ણ – ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org