________________
તિબેટની સાધનાપદ્ધતિમાં શિષ્યની એક કસોટી થાય છે. જે વ્યક્તિ શિષ્ય બનવા ઈચ્છતી હોય તેની પહેલાં કસોટી કરવામાં આવે છે. તિબેટ હિમાલયની બાજુમાં આવેલો પ્રદેશ છે. ત્યાં બરફ ખૂબ પડે છે, ભયંકર ઠંડી પડે છે ભાવિ શિષ્યને ગુરુ સૌ પ્રથમ આદેશ આપે છે કે, “બરફ ઉપર જઈને બેસો.” બીજો આદેશ આપવામાં આવે છે કે, “કપડાં ઉતારી દો.” ત્રીજો આદેશ એવો મળે છે કે હવે શરીરમાંથી પરસેવો બહાર કાઢો. પરસેવો બહાર કાઢશો તો શિષ્ય બની શકશો. જો પરસેવો નહિ આવે તો શિષ્ય નહિ બની શકો. શિયાળાની
તુ, બરફની શિલા અને વસ્ત્રવગરનું શરીર – ક્યાંથી આવે પરસેવો ? ભાવના દ્વારા પરસેવો આવી શકે છે. તે વ્યક્તિ ગ્રીષ્મઋતુની ભાવના કરે છે, ઉત્તાપ તાપનો અનુભવ કરે છે. એક કલાક સુધી એવી ભાવના અને અનુભૂતિમાં લીન બની જાય છે પરિણામે એના શરીરમાંથી પરસેવો બહાર નીકળવા લાગે છે. શિષ્ય બનવાની તેની ઇચ્છા સાકાર થાય છે. એ જ રીતે જો તીવ્ર ગરમીમાં શીતળતાની ભાવના કરવામાં આવે તો ભયાનક ગરમીનો અહેસાસ પણ ન થઈ શકે. આ બધું ભાવના દ્વારા ઘટિત થાય છે.
આજે ઋષભ નથી પરંતુ એક એવું માનસિક ચિત્ર બનાવી લેવામાં આવે, કલ્પના કરી લેવામાં આવે કે, “ઋષભ ચાલી રહ્યા છે, હું તેમની ચરણરજ લઈ રહ્યો છું અને તે ચરણરજનો મારા સમગ્ર શરીર પર લેપ કરવામાં આવી રહ્યો છે. જો આવી ભાવનામાં લીન બની જવાય તો કામ પાર પડી જાય. જૈન યોગમાં પરિણમનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે શરીર દ્વારા જે કંઈ કરીએ છીએ તે આપણી સ્થૂળ ક્રિયા હોય છે. આપણે ભાવના દ્વારા જે કંઈ કરીએ છીએ તે આપણી સૂક્ષ્મ ક્રિયા હોય છે. શારીરિક ક્રિયા કરતાં હજાર ગણી વધુ શક્તિશાળી હોય છે ભાવનાત્મક ક્રિયા. તે ક્રિયા ખૂબ સફળ બને છે. ભાવનાનો એક પ્રયોગ છે - માનસિક ચિત્રનું નિર્માણ કરવું અને તે ચિત્રને જોવું, જેવું વ્યક્તિ જોવા ઇચ્છે છે.
અમેરિકન ડૉક્ટર ઓરાલિસે હૃદયરોગીઓ ઉપર એક પ્રયોગ કર્યો. જેમનું હૃદય બીમાર હતું, ધમનીઓમાં બ્લોકેજ થઈ ગયા હતા, તેમને ભાવનાના પ્રયોગ કરાવ્યા. બે ચિત્રો બનાવ્યાં – સ્વસ્થ હૃદયનું ચિત્ર અને રુણ (રોગી) હૃદયનું ચિત્ર ડૉક્ટરે રોગીઓને નિર્દેશ આપ્યો, “સ્વસ્થ હૃદય ઉપર ધ્યાન કરો અને એવો સંકલ્પ કરો કે ધમનીઓ બરાબર થઈ રહી છે, અવરોધો દૂર થઈ રહ્યા છે, હૃદય સ્વસ્થ બની રહ્યું છે. આ પ્રયોગનાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા. જેમના બ્લોકેજ ઊંડા હતા તે રોગીઓ બાયપાસ સર્જરી વગર તદન સ્વસ્થ બની ગયા. ભાવનાનો આ પ્રયોગ ચમત્કારિક ઔષધ બની ગયો. હકીકતમાં ભાવના દ્વારા આવું બની શકે. માનતુંગસૂરિએ જે લખ્યું છે તે ભાવનાનો જ એક પ્રયોગ A કાર પર જાણી જાણી શકાય છે. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org