________________
પ્રભુ! આપના નામસ્મરણથી સાંકળો અને બેડીઓ તૂટી જાય છે, પદનાં બંધન તૂટી જાય છે. માણસ સ્વસ્થ અને સુરક્ષિત બની જાય છે. આચાર્યે કેટલાક વિક્નોનો નામોલ્લેખ કરીને તેમના નિવારણનાં સૂત્રો આપ્યાં છે. એનો અર્થ એ જ છે કે એક વિગ્ન માટે બતાવેલો ઉપાય બીજા વિનમાં ઉપયોગી બની શકતો નથી. રોગ માત્ર જલોધરનો જ નથી હોતો. અનેક પ્રકારના વ્યાધિ હોય છે. તેમાં પણ આ સ્ત્રોત પ્રભાવક બની શકે છે. મૂળ પ્રશ્ન છે શ્રદ્ધા અને વિશ્વાસનો. જે વ્યક્તિ ફેથહીલિંગની પદ્ધતિ જાણે છે તેના માટે આમાં ચમત્કાર જેવું કશું નથી. વિશ્વાસ દ્વારા અનેક જટિલ રોગોની ચિકિત્સા થઈ શકે છે.
એક વ્યક્તિને કેન્સર થઈ ગયું. ઘણી દવાઓ કરી છતાં ઠીક ન થયો. કોઈ સમજદાર વ્યક્તિએ તેને પરામર્શ આપ્યો કે, “દવાઓ છોડો અને વિશ્વાસ પેદા કરો. એ વાતનું વારંવાર અનુચિંતન કરો કે “હું સ્વસ્થ થઈ રહ્યો છું... હું સ્વસ્થ થઈ રહ્યો છું”.” તે વ્યક્તિએ આ વાક્યનું દિવસમાં હજાર વખત પુનરાવર્તન કર્યું અને ચમત્કાર થઈ ગયો. કેન્સરની બીમારી દૂર થઈ ગઈ.
એક સાધ્વીજીના પેટમાં ગાંઠ હતી. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. સાધ્વીજીએ કહ્યું કે જ્યાં સુધી ગુરુદેવનો આદેશ ન મળે ત્યાં સુધી હું ઓપરેશન કરાવીશ નહિ. અમને સમાચાર મળ્યા. આદેશ મોકલવામાં વિલંબ થઈ ગયો. નિર્ધારિત દિવસે ઓપરેશન થઈ ન શક્યું. આદેશ મળ્યા પછી સાધ્વીજીએ અમનું તપ કર્યું. બીજા દિવસે એવો આભાસ થયો કે જાણે કોઈક એ ગાંઠને લઈ જઈ રહ્યું છે. ત્રીજા દિવસે ડૉક્ટરને બતાવ્યું. સોનોગ્રાફી કરવામાં આવી. ડૉક્ટરે વિસ્મયપૂર્વક કહ્યું કે ગાંઠ છે જ નહિ તો પછી ઓપરેશન શેનું કરીશું?
સામાન્ય માણસ એમ કહેશે કે આ ચમત્કાર હશે. હકીકતમાં આ ચમત્કાર નથી. એ તો માત્ર પોતાની આસ્થા, શ્રદ્ધા, ભાવના અને મનોબળનો પ્રયોગ છે. જે વ્યકિત શ્રદ્ધા કરવાનું જાણે છે, શ્રદ્ધાને સહારે મનોબળને દૃઢ કરવાનું જાણે છે તથા એ સચ્ચાઈને જાણે છે કે વ્યક્તિ જે જે ભાવમાં આવિષ્ટ બને છે તે તે ભાવમાં તે પરિણત થઈ જાય છે – તે પોતાના વિષ્ણ-અવરોધના નિવારણનો મંત્ર પામી જાય છે. શરીરમાં કોઈ રોગ નથી પરંતુ મનમાં અન્યથા ભાવ કે આશંકા પેદા થઈ જાય તો વ્યક્તિ બીમાર પડી જાય છે.
પ્રાચીન ઘટના છે. હોળીના દિવસો હતા. એક માણસનો દૈનિક ક્રમ હતો – વહેલી પરોઢે શૌચક્રિયા માટે ખૂબ દૂર સુધી જંગલમાં જવાનો. એક દિવસ પાંચ વાગે તે માણસ ઊઠ્યો. પલંગની નીચેથી પાણીનો લોટો લીધો અને જંગલ તરફ ચાલવા લાગ્યો. શૌચથી નિવૃત્ત થઈને તેણે જોયું તો એટલી જમીન લાલ થઈ ગઈ હતી. વ્યક્તિનું મન આશંકાથી ભરાઈ ગયું કે આજે ૧૪ બામર અંતસ્તલનો સ્પર્શ testags કરૂણા અને મારા પાર કરી લોકોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org