Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 164
________________ છે – “પ્રભુ! આપની ચરણરજનો લેપ કરનાર ભીષણ જલોધરથી મુક્તિ પામી શકે છે, કામદેવ સમાન બની જાય છે.” ભયનું એક કારણ છે – બંધન. બંધન પણ અવરોધ છે. માનતુંગ કહી રહ્યા છે કે એવી વ્યક્તિ કે જેને આપાદકઠ-પગથી શરૂ કરીને ગળા સુધી લોખંડની સાંકળોથી જકડી દેવામાં આવી છે. ખૂબ નક્કર છે પગની બેડીઓ. તેના અગ્રભાગ સાથે જાંઘનો ભાગ પ્રસાઈ રહ્યો છે. પગમાં બેડીઓ છે અને સમગ્ર શરીર સાંકળોમાં જકળાયેલું છે. આવા સંજોગોમાં આપના નામનું અનવરત સ્મરણ કરે તો બંધન તૂટી જાય છે. આપાદકંઠમુસસ્મશૃંખલવેષ્ટિતાંગા, ગાઢ બૃહન્તિગડકોટિનિષ્ટજેવા: / ત્વનામમંત્રમનિશ મનુજજાઃ સ્મસ્ત , સધ: સ્વયં વિગતબંધભયા ભવન્તિ / આચાર્ય માનતુંગે પોતે આ શ્લોકનો પ્રયોગ કર્યો હતો. જ્યારે આચાર્ય માનતુંગને બાંધી દેવામાં આવ્યા ત્યારે તેઓ તે બેડીઓ અને તાળાં તોડીને બહાર નીકળી આવ્યા. આ સ્તોત્ર દ્વારા તમામ બેડીઓ તૂટી ગઈ, તમામ . તાળાં ખૂલી ગયાં. અજમેરુદુર્ગનો અધિષ્ઠાતા રણપાલ હતો. તેને બાદશાહ જલાલુદ્દીન સાથે સંઘર્ષ ચાલતો હતો. એ વખતે જલાલુદ્દીનનું શાસન હતું. તે અજમેરુદુર્ગ ઉપર સત્તા સિદ્ધ કરવા માંગતો હતો. પરંતુ તેમાં સફળ થઈ શકતો નહોતો. તે કિલ્લો અજેય બનેલો હતો, નિયંત્રણમાં આવતો નહોતો. તે કિલ્લામાં એક મીર રહેતો હતો. તે માત્ર દેખાવ પૂરતો સ્વામીભક્ત હતો. તેણે રણપાલ અને તેના પુત્રોને પ્રપંચથી બંદી બનાવીને બાદશાહ જલાલુદ્દીન પાસે પહોંચાડી દીધા. બાદશાહે પિતા-પુત્રોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. રણપાલ ભક્તામરનો પરમ ભક્ત હતો. તે ભક્તામરના પાઠને જ નહિ, મર્મને પણ જાણતો હતો. તેણે વિચાર્યું કે મારી પાસે બંધનમાંથી મુક્ત થવાનો મંત્ર છે. મારે તેનો પ્રયોગ કરવો જોઈએ. રણપાલે એ વિચારને કાર્યાન્વિત કર્યો. તેણે ભક્તામરનો બેતાળીસમો શ્લોક, “આપાદકંઠમુરશૃંખલ....”નો પાઠ શરૂ કર્યો અને તેની સાથે “ૐ ઋષભાય નમઃ”નો જાપ શરૂ કર્યો. જાપ પણ એક ચોક્કસ માત્રામાં કરવાનો હોય છે. જ્યારે તે માત્રા સંપન્ન થાય છે ત્યારે મંત્ર શક્તિશાળી બની જાય છે, મંત્ર તન્ય બની જાય છે. જ્યાં સુધી મંત્ર ચૈતન્ય નથી બનતો ત્યાં સુધી મંત્ર કામ નથી કરતો. જ્યારે મંત્ર ચૈતન્ય બને છે ત્યારે તેની ક્રિયા થાય છે. રણપાલે મંત્રવિધિ મુજબ આ મંત્રનો દસહજાર વખત જાપ કર્યો. જેવો તે જાપ સંપન્ન થયો કે તરત • જ મંત્ર ચૈતન્ય બની ગયો. મંત્ર ચૈતન્ય બનતાં જ એક સુંદર યુવતી રણપાલની ૧૨ બતણવે અતતાનો સ્પર્શ કરતા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194