Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ સ્તોત્ર પાઠની એક વિધિ હોય છે. જો માત્ર શબ્દોનું ઉચ્ચારણ થાય, અર્થનું જ્ઞાન કે અર્થ પ્રત્યે તાદામ્ય ન સધાય તો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. જે શબ્દનું ઉચ્ચારણ થાય તેની પહેલાં તેના અર્થનું જ્ઞાન થવું જાઈએ. સ્થૂળ વ્યવહારથી વાત સમજીએ. કોઈ બાળકને કહેવામાં આવે કે ગ્લાસ લાવ. જો તે બાળક ગ્લાસ શબ્દનો અર્થ જ ન જાણતો હોય તો ગ્લાસ ક્યારેય લાવી શકશે નહિ. કોઈ વ્યક્તિ જર્મન, રશિયન કે પેરિસ ભાષા જાણનાર હોય અને તેને કહેવામાં આવે ઉદકે આનય – પાણી આપો. તો તે સાંભળશે ખરો, પરંતુ ક્રિયા નહિ કરે કારણ કે તે માણસ ઉદનો અર્થ જ જાણતો નથી. બે માણસો વચ્ચે લડાઈ થઈ. એક માણસ વોટર, વોટર કહી રહ્યો હતો અને બીજો માણસ પાણી, પાણી કહી રહ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. પહેલાની ભાષા બીજો નહોતો જાણતો અને બીજાની ભાષા પહેલો નહોતો જાણતો. પાણીનો અર્થ વોટર છે અને વોટરનો અર્થ પાણી છે. એમનું અજ્ઞાન સંઘર્ષનું કારણ બની ગયું. આપણે જ્યારે શબ્દના અર્થને નથી જાણતા ત્યારે જે સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ તેમાં મુશ્કેલી પેદા થઈ જાય છે. પહેલી શરત એ છે કે શબ્દના અર્થને સમજીએ. અર્થને જાણ્યા પછી જ તેની સાથે સંબંધ સ્થાપીએ. ગ્લાસ લાવો એ શબ્દો સાંભળ્યા, શબ્દના અર્થને જાણી લીધો. ત્યાર પછી માણસ ઊઠે નહિ, હાથમાં ગ્લાસ પકડે નહિ તો ગ્લાસ આવશે નહિ. ગ્લાસને મેળવવા માટે તેની સાથે સંપર્ક સ્થાપવો પડે છે. સફળતા ત્યારે મળે છે કે જ્યારે શબ્દ, અર્થનું જ્ઞાન અને અભિન્નતાની અનુભૂતિ એ ત્રણેય હોય છે. શબ્દનું સાચું ઉચ્ચારણ, અર્થનું જ્ઞાન પાઠની સાથે એકાત્મકતા – આ ત્રણેય સફળતા માટે જરૂરી છે. જે બુદ્ધિશાળી માણસ છે, જેનામાં મનન છે, જે માત્ર સાંભળતો નથી, જે માત્ર વાંચતો નથી, જે મનન કરે છે તે આ આઠ પ્રકારના ભયથી પોતાને મુક્ત કરી દે છે. આ અભયનો મંત્ર છે. ઘણા લોકો આવે છે અને કહે છે કે અમને ડર ખૂબ લાગે છે. દિવસે પણ ડર લાગે છે અને રાત્રે પણ ડર લાગે છે. માત્ર અંધકારમાં જ નહિ, ધોળા દિવસે પણ ડર લાગે છે. આકાશમાં સૂરજ તપતો હોય, ચારે તરફ ઉજ્જવળ પ્રકાશ હોય એવા સમયે પણ ડર લાગે છે. એકાંતમાં જ નહિ, અનેક લોકોની વચ્ચે પણ ડર લાગે છે. ભય એક એવી સ્થિતિ છે જેના વિશે સમજવાનું ખૂબ મુશ્કેલ બને છે. કોઈ માનસિક તંત્રથી વિકૃત થઈ જાય છે ત્યારે તેને વારંવાર ભયની કલ્પના આવે છે. એવા સંજોગોમાં માનતુંગસૂરિએ ભગવાન ઋષભની સ્તુતિના માધ્યમ દ્વારા જે અભયનો પાઠ આપ્યો છે તેનાથી અભય બની શકાય છે, ભયને દૂર કરી શકાય છે. સૌથી મોટો ભય છે – પ્રમાદ. સૌથી મોટો અભય છે – અપ્રમાદ, જાગરૂકતા. ભગવાન મહાવીરે સાધનાનું સૌથી મોટું સૂત્ર આપ્યું - અપ્રમાદ. ' ' : ૧૬૮ ભકત્તામર : અંતસ્તલનો અર્થ ' : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194