________________
ગુરુદેવ ! મારી પત્નીને ટી.બી.ની બીમારી થઈ હતી. ઘણા ઇલાજ કરાવ્યા પરંતુ કોઈ ફરક ન પડ્યો. આપના એક શ્રદ્ધાળુ ભક્ત મને કહ્યું કે ગુરુદેવના ચરણની ધૂળનું સેવન કરો તો બીમારી દૂર થઈ જશે. મારી પત્નીએ ચરણરજનો પ્રયોગ કર્યો અને તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ. તેથી અમે આપને વંદન કરવા આવ્યાં છીએ.”
શું ચરણરજ તે વળી દવા કહેવાય? પાણી તો કદાચ દવા કહેવાય પણ ધૂળ તો કોઈ દવા નથી. જ્યાં શ્રદ્ધા અને ભાવનાનો પ્રયોગ થઈ જાય છે ત્યાં ધૂળ પણ અમૃત બની જાય છે. આ શ્રદ્ધાનો નિયમ છે, શ્રદ્ધાનો ચમત્કાર છે. એક માણસે ઝેરને અમૃતની ભાવનાથી ભાવિત કરી દીધું. તે ઝેરનું સેવન તેના માટે અમૃતનું કામ કરશે. કોઈ માણસ અમૃતને વિશ્વની ભાવનાથી ભાવિત કરે તો તે અમૃત પણ તેના માટે વિષ સમાન બની જશે. સવાલ છે આપણી ભાવનાનો. આપણી કઈ અને કેવી ભાવના તેની સાથે જોડાયેલી છે. માનતુંગ આ સચ્ચાઈનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, “પ્રભુ ! જેના હૃદયમાં આપના પ્રત્યે ભક્તિ જાગી જાય છે, તેને માટે આપની ચરણરજ પણ અમૃત બની જાય છે.'
પ્રશ્ન એ થાય કે ઋષભની ચરણરજ ક્યાંથી આવી ? ઋષભનું નિર્વાણ થયાને લાખો વર્ષ વીતી ગયાં છે. અત્યારે તેમની ચરણરજ શી રીતે આવે ? ક્યાંથી આવે ? આ એક પ્રકારનો યોગ છે. ડૉક્ટરે કોઈ માણસને કહ્યું કે, “તમે પાંચ કિલો મીટર ચાલો અને ખૂબ ઝડપથી ચાલો.” પ્રશ્ન થયો કે, “તે માણસ કઈ રીતે પાંચ કિલો મીટર ચાલી શકશે ?” તેનો ઉપાય શોધ્યો, “કાયોત્સર્ગની મુદ્રામાં બેસી જાવ. જ્યારે ગાઢ શિથિલતા અને એકાગ્રતા થઈ જાય ત્યારે એવો સંકલ્પ કરો કે હું ખૂબ ઝડપથી ચાલી રહ્યો છું. એવો અનુભવ કરો કે હું તીવ્ર ગતિથી ચાલી રહ્યો છું. આ વાતનું વારંવાર પુનરાવર્તન કરો, મનનું તે જ રૂપમાં પરિણમન કરી લો તો ચોક્કસ તમારી યાત્રા થઈ જશે. કોઈ વ્યક્તિ આસન અને વ્યાયામ કરવામાં અસમર્થ હોય તો તે કાયોત્સર્ગ કરે, ઊંડી એકાગ્રતામાં પહોંચી જાય અને એવી માનસિક કલ્પના કરે કે, “હું અમુક આસન કરી રહ્યો છું.” ઊંડી એકાગ્રતા સાથે જો તે એ રૂપમાં પરિણત થઈ જાય તો મત્સ્યાસન પણ થઈ જશે, સિદ્ધાસન પણ થઈ જશે અને વજાસન થઈ જશે. એક ક્રિયા એ છે કે જે શારીરિક હોય છે. એક ક્રિયા એ હોય છે કે જે માનસિક હોય છે. માનસિક અને ભાવનાત્મકક્રિયા એ જ કાર્ય કરી દે છે કે જે શારીરિક ક્રિયા દ્વારા નિષ્પન થતું હોય છે. તે માટે એ જરૂરી છે કે જે પ્રકારની નિષ્પત્તિ આપણે ચાહતા હોઈએ તે પ્રકારની ભાવના સિદ્ધ થવી જોઈએ. પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં અમે એવા અનેક પ્રયોગો કરાવ્યા છે અને તે પ્રયોગો ખૂબ સફળ નિવડ્યા છે. ૧૬૦ ભકતામર અંતસ્તલનો સ્પર્શ કરી પર મારી આ
છે. મહાન ની ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org