________________
૨૧. પરિવર્તનના નિયમોને જાણીએ
માનવીનો એ સતત પ્રયત્ન રહ્યો છે કે એનું જીવન નિર્વિન અને નિબંધ બને. એવા જીવનના નિર્માણ માટે તેણે અનેક ઉપાયો શોધી કાઢ્યા છે. આગમ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ જીવ જન્મ લે છે ત્યારે પ્રારંભે સમયમાં ગ્રહણ કરે છે, સર્વબંધ થાય છે. તે વખતે તે તમામ સામગ્રીને ગ્રહણ કરી છે, કે જે ભવિષ્યના જીવન માટે આવશ્યક હોય છે. જ્યોતિષશાસ્ત્રનો મત છે કે જે સમયે પ્રાણી જન્મ લે છે તે સમયે તે સૌરમંડળનાં વિકિરણો અને કિરણો ગ્રહણ કરી લે છે. તેના જ આધારે જન્મકુંડળી બને છે. તેનો જીવન ક્રમ ચાલે છે. જે ગ્રહણ કર્યું છે તેમાં કંઈક એવું પણ થાય છે કે જે અવરોધરૂપ બને છે. પ્રશ્ન ઉદ્ભવ્યો કે તેનું નિવારણ શી રીતે કરવું. આ સંદર્ભમાં અનેક ઉપાયો શોધવામાં આવ્યા. એક ઉપાય છે ભક્તિ અથવા મંત્રનો પ્રયોગ. તેના થકી ચેતના શક્તિશાળી બને છે, વિપ્ન અને અવરોધનું નિવારણ થઈ જાય છે.
માનતુંગસૂરિએ પ્રસ્તુત કાવ્યમાં તે સમયના ભયાનક વ્યાધિનો ઉલ્લેખ કર્યો છે. એ વ્યાધિનું નામ છે જલોધર. આજે આ રોગના અનેક ઉપાયો શોધવામાં આવ્યા છે અને તેથી તેને ભયંકર માનવામાં નથી આવતો. પરંતુ તે યુગમાં આ રોગ ખૂબ જટિલ હતો. વૈદ્યો માટે તે મોટી સમસ્યા રૂપ હતો. પેટમાં પાણી જ પાણી થઈ જાય છે. એ જલોધરને કારણે ભીતરમાં એટલો બધો ભાર થઈ જાય કે વ્યક્તિ આકુળ-વ્યાકૂળ બની જાય. આપણે જલોધરના વ્યાધિથી પીડિત અનેક લોકોની દશા જોઈ છે. આ રોગથી ગ્રસ્ત વ્યક્તિ વ્યાકુળ અને બેચેન બની રહે છે. આચાર્ય માનતુંગ કહે છે કે ભીષણ જલોધરનાં ભારથી વ્યગ્ર બનેલો માણસ ચિંતનીય દશામાં પહોંચી જાય છે. તેનો રોગ અસાધ્ય બની ગયો છે. રોગની બે પ્રકારની અવસ્થાઓ હોય છે – સાધ્યાવસ્થા અને અસાધ્યવસ્થા. સહજ સાધ્ય રોગ એ છે કે જે સામાન્ય ઉપચારથી મટી જાય છે. અસાધ્ય રોગ ૧૫૮. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ હ તી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org