________________
પ્લેન દુર્ઘટનાથી બચવાનો પણ બનાવી દીધો હોત. મોટર અને કારનો સંદર્ભ હોત તો તેમના દ્વારા નિર્વિન અને સંકુશળ યાત્રાનું સાધન બનાવી દેત. તે યુગમાં વિઘ્નોનાં જેટલાં કારણ હતાં તેમના વિષે સ્તુતિકારે શ્લોક રચના કરી છે. આજે કોઈ બીજા માનતુંગ આવે અને બીજું ભક્તામર રચે તો તે વાયુયાન, મોટરકાર વગેરે દ્વારા ઊભા થતા અવરોધોના નિવારણ માટે શ્લોકો બનાવે. હકીકતમાં આચાર્ય માનતુંગે શક્તિશાળી શ્લોકોની રચના કરી છે. તેમનું સ્તવન કરવાથી એક પ્રકારની શક્તિ જાગે છે અને તે શક્તિ કમજોર વ્યક્તિને પરાસ્ત કરી દે છે. તે શક્તિ પુદ્ગલોની શક્તિ છે, પરમાણુઓની શક્તિ છે. શક્તિશાળી પરમાણુ કમજોર પુદ્ગલ પરમાણુઓને ભગાડી મૂકે છે, તેમને નષ્ટ કરી દે છે. સ્તવનના એ જ પ્રભાવની માનતુંગસૂરિએ ચર્ચા કરી છે – ભયંકર યુદ્ધમાં તે વિજય અપાવી દે છે, વ્યક્તિ માટે રક્ષાકવચ બની જાય છે અને ભયાવહ સમુદ્રયાત્રામાં પણ સકુશળ પાર પાડી દે છે.
- ઈ.સ. ૧૯૯૩, સરદાર શહેર. અક્ષયતૃતીયાનો પ્રસંગ. એક દિવસ એક બહેને કહ્યું, “હું એક આશ્ચર્યકારક વાત કહેવા ઇચ્છું છું.” મેં કહ્યું, “કહો, શી વાત છે?” તેણે કહ્યું, “સરદાર શહેરના એક ભાઈ માણેક સુરાણા રેલવેમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે જે ડબ્બામાં બેઠા હતા તેમાં ડાકુઓ આવી ગયા. તમામ લોકો ગભરાઈ ગયા. જેમની પાસે જે કંઈ હતું તે બધું તેમણે છીનવી લીધું. તે ભાઈએ “ૐ ભિક્ષુ, ૐ ભિક્ષુ'નો જાપ શરૂ કર્યો. ડાકુ તેની પાસે આવ્યા, પરંતુ તે જાપમાં લીન જ રહ્યા. ડાકુઓ આગળ ચાલ્યા ગયા. થોડી વાર પછી તેઓ ફરીથી આવ્યા. એક ડાકુએ કહ્યું – આ તો કોઈ પાગલ માણસ લાગે છે. તેને જવા દો. - એ ભાઈને છોડીને બાકીના તમામને લૂંટી લીધા અને રેલવેમાંથી ઊતરી ગયા.”
આ ધ્વનિ પ્રકંપનનો, ભાવના અને સ્તવનનો પ્રભાવ છે. આવી એક નહિ અનેક ઘટનાઓ જોવા મળે છે. આવું બની શકે છે, આવું બને છે તેથી તે અતિશયોક્તિપૂર્ણ તથ્ય નથી. સ્તુતિનો જે પ્રભાવ હોય છે, તેનું સમ્યફ પ્રદર્શન નિદર્શન આ કાવ્યમાં છે. એ સચ્ચાઈનું અનુશીલન કરીએ તો અનેક નવા અનુભવો આપણા જીવનમાં પ્રફુટિત થઈ શકે છે.
વિક
કે તે
'ડાક "રકિરણ ડહાદ રિઝરક
ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org