________________
ત્યજેદેકંકુલસ્ત્રાર્થે ગામસ્યાથે કુલે ત્યજેતા
રામ જનપદસ્યાથે, આત્માર્થે સકલ ત્યજેત / શ્રેષ્ઠીએ દૃઢ સ્વરમાં કહ્યું, “અહીં કુળ, ગામ કે સમષ્ટિના રક્ષણનો પ્રશ્ન નથી. મારા આત્માના રક્ષણનો પ્રશ્ન છે. હું મારો આત્મધર્મ-અહિંસાની આરાધના નહીં છોડું – ભલે સઘળું ચાલ્યું જાય. મને એ વાતની ચિંતા નથી કે જહાજ રહેશે કે તૂટશે, મને તો એ વાતની ચિંતા છે કે અહિંસાની આસ્થા અણનમ રહે, તે કલુષિત ન થાય.”
શ્રેષ્ઠી ધ્યાનમાં બેસી ગયા. સ્તુતિમાં લીન થઈ ગયા. કહેવાય છે કે એક દેવી આવી અને બોલી, “મને બલિ આપ, નહિતર તારા જહાજને ખતમ કરી દઈશ.” શ્રેષ્ઠી સ્તુતિમા અવિચળ રહૃાા. ભક્તામરના આ શ્લોક
અંભોનિધૌ.....” નો અવિચળ જાપ કરતા રહ્યા. તે સ્તુતિમાં તલ્લીન બની ગયા. દેવીના પગ ડગમગવા લાગ્યા. તે ધ્રુજી ઊઠી. અરે, આ શું થયું ! શ્રેષ્ઠી અવિચળ કેમ છે ? મને ભય કેમ લાગી રહ્યો છે ? દેવીએ પોતાની શક્તિનો પ્રયોગ કર્યો, છતાં શ્રેષ્ઠીનો વાળ પણ વાંકો ન થયો. હતાશ અને નિરાશ દેવીએ કહ્યું, “શ્રેષ્ઠીવર ! મેં તમારી શક્તિ જાણી લીધી છે. હું તમને નહિ હરાવી શકું. હું જાઉં છું. આપ એક વખત આંખોથી મને જુઓ.” શ્રેષ્ઠીની આંખો ધીમે ધીમે ઉન્મીલિત થઈ. દેવીએ કહ્યું – અમોઘ દેવદર્શનમ્ – દેવતાનું દર્શન અમોઘ હોય છે, તે એળે જતું નથી. હું તમને કંઈક આપવા ઇચ્છું છું. તમે જે ચાહો તે માંગી લો. શ્રેષ્ઠીએ કહ્યું, “મારે કશું જ નથી જોઈતું.” દેવીએ કહ્યું, “કંઈક તો માંગવું જ પડશે. દિવસે વીજળી ચમકે છે તો પ્રાયઃ નિશ્ચિત વરસાદ આવે છે. રાત્રે વીજળી ખૂબ ચમકે તો પણ વરસાદ આવે જ એવો નિયમ નથી. દિવસે વાદળો ખૂબ ગર્જ છે પરંતુ વરસાદ ઓછો પડે છે. જો રાત્રે વાદળો ગજૈ તો પ્રાયઃ નિશ્ચિત વરસાદ આવે છે. દિવસે વીજળીનું કડકવું અને રાત્રે મેઘની ગર્જના એળે નથી જતાં. - અમોઘા વાસરે વિદ્યુત, અમોઘ નિશિ ગર્જનમ્ - આ દેવતાનું દર્શન પણ નિષ્ફળ નથી હતું. અમોઘં દેવદર્શનમ.' દેવીના આગ્રહનો સ્વીકાર કરીને શ્રેષ્ઠીએ કહ્યું, “જો તમે કંઈક આપવા જ ઇચ્છતા હોવ તો આજથી જ બલિ લેવાનું બંધ કરી દો. કોઈ પણ યાત્રી આવે તેની પાસે બલિ ન માંગો.” વચનબદ્ધ દેવીએ શ્રેષ્ઠીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
જૈન શ્રાવક પોતે અહિંસામાં દૃઢ રહ્યા અને દેવીને પણ અહિંસક બનાવી દીધાં, બલિની પરંપરા બંધ કરાવી દીધી. સ્તુતિનો આ પ્રભાવ ઋષભ સાથે તાદાભ્ય થકી શક્ય બન્યો.
આચાર્ય માનતુંગ સમક્ષ સમુદ્રનો પ્રશ્ન હતો તેથી સમુદ્રયાત્રાના ભય નિવારણનો ઉપાય બતાવ્યો. જો તેમની પાસે હવાઈ જહાજ હોત તો એક શ્લો ૧૫૬ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
ર (કળા . કેતે જીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org