________________
કુન્નાગભિન્નગજશોણિતવારિવાહવેગાવતારતરણાતુરયોધભીમે । યુદ્ધે જયં વિજિતદુર્જયજેયપક્ષાર
સ્વપાદપંકજવનાશ્ચયિણો લભન્તે ।
આ વિચિત્ર સ્થિતિ છે. સ્તવના કરી છે, વિજય પણ અપાવ્યો છે, પરંતુ તેની સાથે હિંસા પણ જોડાયેલી છે. હાથમાં ભાલો છે, પ્રહારક-સંહારક શસ્ત્ર છે. શું આ સ્થિતિમાં કરવામાં આવેલી સ્તુતિને સ્તુતિ માની શકાય ? આ ભારે વિચિત્ર પ્રશ્ન છે. પ્રભુ ! એ વાત તો સમજાય છે કે આપની સ્તુતિ કરનાર વ્યક્તિ યુદ્ધને શાંત કરનાર બને છે. યુદ્ધ બંધ થઈ જાય, મારામારી ન થાય, હિંસા-હત્યા ન થાય એવી ભાવનાથી સ્તુતિ કરવામાં આવે તો સ્તુતિનો અર્થ સમજાય છે, પરંતુ સ્તુતિનું આ પરિણામ એક પ્રશ્ન પેદા કરી રહ્યું છે. શત્રુપક્ષને મારીને, હરાવીને વિજય અપાવનાર સ્તુતિ કેટલી સાર્થક ગણાય ? શું સ્તુતિનો આવો પ્રભાવ હોવો જોઈએ ? આ પ્રશ્ન ઉપર વિચાર કરીએ તો તે સુસંગત નથી લાગતું. જો આમ હોત, એક આક્રામક અને બીજો રક્ષક હોય, રક્ષણ કરનાર હોય તો પ્રસ્તુત સ્તુતિનો અર્થ સમજાય છે, પરંતુ એ વાતને કઈ રીતે સુસંગત માની શકાય ? ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હાથમાં સંહા૨ક શસ્ત્રાસ્ત્રો છે અને કોઈ એવું ચિંતન કરી રહ્યું છે કે મારા હાથમાં અમોઘ શસ્ત્ર છે. હું ૠષભનું સ્તવન કરીશ, સૌ કોઈને મારીશ અને યુદ્ધમાં વિજયી બની જઈશ. હું માનું છું કે આ અર્થમાં આ શ્લોક તદ્દન અનર્થકારી બની રહેશે. વ્યક્તિ આક્રામક ન હોય, પોતાનું રક્ષણ કરનાર હોય, કોઈકે તેના ઉપર આક્રમણ કરી દીધું હોય, કપરું વિઘ્ન ઉપસ્થિત થઈ ગયું હોત તો - તે વિઘ્નનિવારણ માટે, યુદ્ધને ટાળવા માટે જો તે સ્તોત્રનો પાઠ કરે અને વિજયી બને તો સ્તુતિનું હાર્દ સમજી શકાય છે. તે આક્રાન્તા નથી, હિંસાનો સંકલ્પ નથી, હિંસા કરવાની ભાવના નથી તેથી તે ઋષભની સ્તુતિ કરે છે અને એવી પ્રાર્થના કરે છે કે - ‘હે પ્રભુ ! હું મારું રક્ષણ કરી શકું, યુદ્ધને અટકાવી શકું, વિઘ્નનું નિવારણ કરી શકું' - આવી સ્તુતિ આક્રમણ માટેની નથી હોતી, વિઘ્ન નિવારણ માટેની હોય છે. જીવનમાં વિઘ્નો આવે, સંકટની ક્ષણો આવે ત્યારે વ્યક્તિ સંકટમોચન માટે ઋષભને હૃદયમાં સ્થાપીને સ્તુતિ કરે તે સ્વભાવિક છે અને તેવી સ્તુતિને નિર્દોષ સ્તુતિ કહી શકાય છે.
-
માનતુંગસૂરિના પ્રસ્તુત શ્લોકે એક ગંભીર પ્રશ્નને જન્મ આપ્યો છે. એ સ્પષ્ટ તથ્ય છે કે જૈન તીર્થંકરો શસ્ત્રોથી પર રહ્યા છે, અશસ્ત્ર રહ્યા છે. તેમના હાથમાં ક્યારેય કોઈ શસ્ત્ર હોતું નથી. ઘણા બધા દેવો એવા છે કે જેમના ૧૫૨ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org