________________
૨૦. રક્ષણકવચ
રક્ષણ મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે – શક્તિ અને ભક્તિ. એક વ્યક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તે પોતાનું રક્ષણ પોતે જ કરી લે છે. જેનામાં શક્તિ ઓછી હોય છે તે ભક્તિનો આશ્રય લે છે. શક્તિનું પૂરક તત્ત્વ ભક્તિ છે. ભક્તિ દ્વારા શક્તિ વધે છે, વિઘ્ન ટળે છે અને રક્ષણ થઈ જાય છે. જ્યાં બે હોય, ત્યાં સંઘર્ષ અનિવાર્ય છે. જ્યાં એક જ હોય ત્યાં કોઈ સંઘર્ષ નથી થતો. અવાજ પણ બેના મિલનથી થાય છે. વાતચીત પણ બે વચ્ચે થાય છે. આ જગતમાં અગણિત દ્વંદ્વ છે. જ્યાં દ્વંદ્વ છે ત્યાં સંઘર્ષ છે, અવરોધ અને વિઘ્ન પણ છે. સૌ કોઈમાં એટલી શક્તિ નથી હોતી કે તેમનો સામનો કરી શકે. શક્તિના વિકાસ માટે જે ઉપાયોનું આલંબન લેવામાં આવે છે, તેમાં ભક્તિ બહુ મોટું તત્ત્વ છે.
યુદ્ધ એક સામાજિક અનિવાર્યતા બની ગયું છે. કદાચ બહુ ઓછો સમય એવો વિત્યો હશે કે જ્યારે લડાઈઓ લડવામાં ન આવી હોય, યુદ્ધ ન થયાં હોય. આદિમ યુગને જોઈએ. ઋષભના બંને પુત્રો – ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. ભરત અને બાહુબલી બંને ભાઈઓએ યુદ્ધની જે પરંપરા શરૂ કરી તે અવિચ્છિન્ન બની ગઈ. જગતના કોઈ ને કોઈ ખંડમાં યુદ્ધ થતું રહે છે. યુદ્ધ સામાજિક જીવનનો એક અભિશાપ છે. યુદ્ધમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે, છતાં યુદ્ધના સંજોગો પેદા થતા રહે છે. યુદ્ધમાં મુખ્ય પ્રશ્ન હારજીતનો રહે છે. જે શક્તિશાળી હોય છે તે જીતી જાય છે, તેને વિજયની વરમાળા પહેરાવવામાં આવે છે. જે હારે છે તેને દાસ બનાવી દેવામાં આવે છે, પીડા અને ત્રાસ આપવામાં આવે છે. પ્રત્યેક રાજા એમ વિચારે છે કે હું વિજયી બનું, વિજયશ્રી મને જ વરે. જે સમયે જે સ્થિતિ હોય છે, તે સમયની સ્થિતિ મુજબ વિજયના માર્ગમાં આવનારા અવરોધો અને વિઘ્નોને દૂર કરવાના ઉપાય શોધવામાં આવે
૧૫૦ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org