________________
છે. રાજા સારાં શસ્ત્રો, સારા યોદ્ધા, સારી સેના, સારાં સંસાધનો – આ તમાની ઉપલબ્ધિનો પ્રયત્ન કરે છે, જેથી વિજય સહજ બની જાય. તેની સાથોસાથ વિજય માટે તે અનુષ્ઠાન પણ કરાવે છે. કેટલીક વ્યક્તિઓ યુદ્ધ લડવા જાય છે ત્યારે તે પહેલાં કુળદેવની પૂજા કરે છે. કેટલાક લોકો શસ્ત્રોની પૂજા કરે છે. જ્યારે ચક્રવર્તી ભરતે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું ત્યારે ચક્રરત્નની પૂજા કરી. પૂજા અને સન્માન એટલા માટે કરવામાં આવે છે કે શસ્ત્ર અને યોદ્ધાઓ તેમને વિજયી બનાવે.
આચાર્ય માનતુંગ આ તમામ સંદર્ભોને ધ્યાનમાં રાખીને યુદ્ધ-વિજયનો એક ઉપાય બતાવી રહ્યા છે – “જ્યારે તમે યુદ્ધ માટે જાવ છો ત્યારે તમે સંપૂર્ણ તૈયારી કરો છો. એ વખતે તમે ભગવાન ઋષભને પણ ભૂલશો નહિ. તેમની સ્તુતિ અને સ્મૃતિ કરો.” આ વાત ખૂબ અટપડી લાગે છે. તે જઈ રહ્યો છે લડાઈ માટે, શત્રુઓને મારવા માટે અને તેને કહેવામાં આવે છે, વીતરાગની સ્તુતિ કરવાનું ! વીતરાગની સ્તવના તો ત્યારે કરવી જોઈએ કે જ્યારે કોઈ વીતરાગ બનવા માટે જઈ રહ્યું હોય અથવા વીતરાગ બનવાની વાત કહી રહ્યું હોય, પરંતુ વિપ્ન-નિવારણ માટે અવીતરાગ પણ વીતરાગની પૂજા કરે છે, ઉપાસના કરે છે. આચાર્ય માનતુંગ તે યુગની યુદ્ધની સ્થિતિનું ચિત્ર વ્યક્ત કરી રહ્યા છે – યુદ્ધ ચાલી રહ્યું છે. તે યુગનાં પ્રક્ષેપાસ્ત્રો હતાં -- ભાલા અને તલવારો. એક હાથમાં તી તલવાર અને બીજા હાથમાં ભાલો. ભાલા દ્વારા લડવામાં આવતું યુદ્ધ અત્યંત ભયંકર હતું. તલવાર કરતાં પણ કદાચ ભાલા પછીથી ઉપયોગમાં આવ્યા હતા. ભાલા ખૂબ તેજ હતા, મોટા મોટા યોદ્ધાઓ ભાલા રાખતા હતા. મહારાણા પ્રતાપનો ભાલો ખૂબ જાણીતો છે. આજે એ ભાલો એકાદ-બે માણસો ભેગા થઈને પણ કદાચ ન ઊઠાવી શકે. આજે માનવીના મનમાં એ ભાલો જોઈને એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આવા ભાલાને યોદ્ધાઓ કેવી રીતે ઊંચકતા હશે? કેવી રીતે ફેંકતા હશે અને કેવી રીતે પ્રહાર કરતા હશે. માનતુંગ કહે છે - ભાલાનો જે આગળનો ભાગ છે તે ખૂબ તીક્ષ્ણ અને અણીદાર છે. યુદ્ધમાં તેવા અણીદાર ભાલાઓ દ્વારા હાથીઓ ઉપર પ્રહાર કરવામાં આવે છે. હાથીઓને વશમાં રાખવાનું ખૂબ મુશ્કેલ કામ હોય છે. તે અણીદાર ભાલાઓના પ્રહારોથી લોહીની ધારા વહેવા માંડતી. ભયંકર યોદ્ધાઓ લોહીની વહેતી વેગીલી ધારામાં આતુર છે. એક તરફ લોહીનાં નાળાં વહી રહ્યાં છે, બીજી તરફ ઉભટ-શુભટ ચાલી રહ્યા છે, આવા ભીષણ યુદ્ધમાં દુર્જય પક્ષને જીતવાનું અત્યંત કઠિન છે. પરંતુ આપના પાદ-પંકજનો આશ્રય લેનાર તે દુર્જય યુદ્ધમાં વિજયશ્રીનું વરણ કરી લે છે. સા, થી મા ના ની મજા ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org