________________
હાથમાં શસ્ત્ર જોવા મળશે. જૈન તીર્થંકરો અહિંસાના પ્રતીક છે. એક તરફ તેમણે શસ્ત્રોનો સર્વથા નિષેધ કર્યો હતો, બીજી તરફ શસ્ત્રનો પ્રહાર અને તેમાં વળી તીર્થંકરની સ્તુતિ ! આ વાત ખૂબ અટપટી લાગે છે. આ ટિલતા ટાળવા માટે સંદર્ભને બદલવો પડશે. અહિંસામાં આસ્થા રાખનાર વ્યક્તિ આ શ્લોકને આ સંદર્ભમાં સ્વીકારી નહિ શકે. તેને એવો જ સંદર્ભ સ્વીકાર્ય બનશે કે જેમાં કોઈ વિઘ્ન આવે, આત્મરક્ષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય એવા સંજોગોમાં વ્યક્તિ આત્મરક્ષણ માટે વીતરાગનું શરણ લેતી હોય, અનંતશક્તિનું શરણ સ્વીકારતી હોય. એ વાતને અનિચ્છનીય નહિ કહી શકાય. તેનું ઐચિત્ય પણ સિદ્ધ થાય છે. માનતુંગના પ્રસ્તુત કાવ્યનું કથન એવું જ હોવું જોઈએ. ઋષભસ્તુતિ દ્વારા તે એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે જેનો જયપક્ષ દુર્જય છે. કમજોર હશે એ તો આક્રમણ જ નહિ કરે, દુર્જય શક્તિએ જ આક્રમણ કર્યું હશે. તેને એ જીતી લે છે અને તે જીતમાં આપની સ્તુતિનો સહયોગ મળી જાય છે.
ભયનું એક નિમિત્ત છે - સમુદ્રયાત્રા. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાં સામુદ્રિક યાત્રીઓ લંકા, જાવા, સુમાત્રા, ઉત્તર-દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા વગેરે દ્વીપોમાં વેપાર માટે જતા હતા. જૈન શ્રાવકો પણ ઘણી યાત્રાઓ કરતા હતા. આ વિષય ઉપર મોતીચંદ શાહે ‘સાર્થવાહ’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. તેમાં વિસ્તારપૂર્વક વર્ણન મળે છે કે જૈન શ્રાવકો કેવી રીતે સમુદ્રની યાત્રા માટે જતા હતા, વેપાર કરતા હતા, ધનનું અર્જન કરતા હતા અને ત્યાં કેવી રીતે રહેતા હતા ? આજકાલ અનેક લોકો જ્યાં જ્યાં જાય છે ત્યાંના નિવાસી બની જાય છે. એક વ્યક્તિ અમેરિકા ગઈ. તેણે ગ્રીનકાર્ડ મેળવ્યું અને તે અમેરિકન બની ગઈ. આવું પહેલાં પણ બનતું હતું. અહીં ચંપાનગરી છે, વિયતનામમાં પણ એક નગરનું નામ ચંપા છે. પુરાતત્ત્વની ઘણી બધી સાધન-સામગ્રી મળે છે. જેના દ્વારા એ ખબર પડે છે કે ભારતનો આ ટાપુઓ સાથે કેટલો બધો સંપર્ક હતો. ઈન્ડોનેશિયામાં રામાયણનું ખૂબ પ્રચલન છે. ત્યાંના નિવાસીઓ મુસલમાન બની ગયા છે, છતાં ત્યાં રામાયણ ચાલે છે. ઘણાં બધાં ચિહ્નો પણ મળે છે. જેના થકી એ પ્રમાણિત થાય છે કે, પ્રાચીનકાળમાં તે ટાપુઓ ભારતીય સંસ્કૃતિથી ખૂબ જ સંપૃક્ત હતા.
આજે સમુદ્રયાત્રા અગાઉના જેવી ભયાનક રહી નથી. આજે મોટાં મોટાં જળવાહનો બની ગયાં છે. એ જમાનામાં આટલાં વિશાળ જળવાહનો નહોતાં. તે યુગમાં યાત્રાઓ દરમ્યાન ઘણી મુશ્કેલીઓ પણ આવતી હતી. દરિયાઈ તોફાનો અને આંધીઓ વખતે નૌકાઓ જે રીતે મુશ્કેલીમાં મુકાઈ જતી એ તો એ વખતના સમુદ્ર યાત્રીઓ જ જાણે છે. આચાર્ય માનતુંગ આ વિઘ્નની ભયંકરતાનું ચિત્રણ કરતાં નિવારણનો ઉપાય બતાવી રહ્યા છે. માનતુંગે કહ્યું – " ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ ॥ ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org