________________
જ્યાં મૈત્રીની સાધના હોય છે ત્યાં ભય નથી હોતો. શત્રુતા નથી હોતી. જેને મૈત્રીની સાધના સિદ્ધ થઈ જાય છે તે સાપથી, સિંહથી કે અન્ય કોઈ પ્રાણીથી ભયભીત નથી થતો. જ્યાં મૈત્રી સિદ્ધ થાય છે ત્યાં અહિંસા સિદ્ધ થાય છે. જ્યાં મૈત્રી સિદ્ધ થાય છે ત્યાં અભય પ્રગટે છે. મહર્ષિ પતંજલિએ કહ્યું હતું કે જ્યાં અહિંસા સિદ્ધ થાય ત્યાં વેરનો ત્યાગ થઈ જાય છે. સમસ્યા એ છે કે આપણે અહિંસા અને મૈત્રીનો સંકલ્પ તો કરીએ છીએ, પરંતુ તેને સાધતા નથી. જ્યાં સુધી સંકલ્પ સંકલ્પ જ રહે, સિદ્ધિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અહિંસા અને મૈત્રીનું અવતરણ નહિ થાય, વેર-વિરોધનું શમન નહિ થાય. એ જરૂરી છે કે સંકલ્પ સિદ્ધિનું વરણ કરે. અનાજ પણ ત્યાં સુધી કાચું જ રહે છે કે જ્યાં સુધી તેને પકવવામાં નથી આવતું. માત્ર માટી કે ધાતુના પાત્રમાં મૂકી દેવાથી જ અનાજ પાકી નથી જતું. તે ત્યારે જ પાકે છે કે જ્યારે તેને ગરમી આપવામાં આવે છે. જેમ જેમ ગરમી તે અનાજ સુધી પહોંચે છે, તેમ તેમ કાચું અનાજ પાકતું જાય છે, ખાવાને યોગ્ય બનતું જાય છે. પકવવા માટે, સિદ્ધિ માટે એ આવશ્યક છે કે મૈત્રીના સંકલ્પને અનુપ્રેક્ષાની ગરમી મળે. અનુપ્રેક્ષાની ગરમીમાં સમ્યક્ પકાઈને જ મૈત્રીનો સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
નાગદમનીનો એક અર્થ થાય છે – મૈત્રીની સાધના, રાગ-દ્વેષ ઓછા કરવા, ઉપશાંત કરવા અથવા ક્ષીણ કરવા. જેના રાગ-દ્વેષ ક્ષીણ થઈ જાય છે તેનામાં આપોઆપ તમામ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીનો ભાવ જાગી જાય છે, અભય અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ જાય છે. કોઈ વ્યક્તિ તેની શત્રુ નથી હોતી, આક્રાંતા નથી હોતી. ચારે તરફ મૈત્રીનો ભાવ વિકસ્વર થઈ જાય છે, ભય અને શત્રુતાનો ભાવ વિલીન થઈ જાય છે. આવા સંજોગોમાં ભયંકર વિષધર પણ મૈત્રીના પ્રવાહમાં અભિસ્નાત થઈ જાય છે.
ભયનું એક કારણ છે - યુદ્ધ. યુદ્ધનો ભય હંમેશાં રહે છે. કોઈક યુગમાં તે વિશેષ હતો, લડાઈઓ દ૨૨ોજ થતી હતી. નાના-નાના સામંતો યુદ્ધ કરતા રહેતા હતા. લડાઈઓ તો આજે પણ જગતમાં ચાલ્યા કરે છે. કોઈ વર્ષ કે કોઈ મહિનો ખાલી નથી જતો, જેમાં યુદ્ધ ન ચાલ્યું હોય. યુદ્ધની વિભીષિકાથી સૌ કોઈ ડરે છે. એક વખતે સેના આવે છે અને સમગ્ર ક્ષેત્ર અશાંત થઈ જાય છે. સ્તુતિકારે એ જ સમસ્યાના સંદર્ભમાં કહ્યું કે જે વ્યક્તિ આપનું ધ્યાન ધરે છે તેને માટે યુદ્ધનો ભય નથી રહેતો. તેને માટે યુદ્ધનું જોખમ ટળી જાય છે.
માનતુંગે કહ્યું – યુદ્ધના પ્રાંગણમાં એક બળવાન રાજાનું બળ – સેના ખૂબ શક્તિશાળી હોય છે. તે સેનામાં ઉછળતા-કૂદતા અશ્વો હોય છે. એવા તેજસ્વી ઘોડા હોય છે કે જે નદી-નાળાં કૂદી જાય છે. હાથીઓની ગર્જનાઓના ભયાનક અવાજ પ્રસરી રહ્યા હોય છે. બળવાન રાજાની એવી સેના પણ આ
" ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ – ૧૪૫
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org