________________
છે. સાપને હાથ ફેરવ તો તે ગુસ્સે નહિ થાય. શરીરના અન્ય ભાગનો સ્પર્શ થશે તો પણ તે ક્રોધ નહિ કરે પણ જો તેઃા ઉપર પગ મૂકશો તો તે એકદમ ક્રોધિત થઈ જશે. પદ-મહારને તે સહન કરી શકતો નથી..
આચાર્ય માનતુંગે કહ્યું, પ્રભુ ! એક માણસ બંને પગ વડે સાપ ઉપર આક્રમણ કરી દે છે છતાં તે ભયભીત થતો નથી. તે “નિરસ્ત શંક: - ભયની આશકાને નિરસ્ત કરી દે છે. તે એટલો બધો અભાયા બનીને સાપ ઉપર પગ મૂકે છે અને સાપ પણ તેને કરડતો નથી. તે સાપ પણ કેવો, કોઈ સામાન્ય સાપ નહિ, તેની આંખો લાલ છે, કોયલના કંઠ જેવો નીલો તેનો રંગ છે. જે વખતે કોકિલ મદમાં હોય છે, તે વખતે તેનો રંગ વિશેષ ગાઢ બની જાય છે. મસ્ત કોલિના કંઠ જેવો નીલો તે સાપ ક્રોધમાં ઉદ્ધત બનેલો છે. તેણે પોતાની ફણા ઊંચી કરેલી છે, ફટાટોપ બનાવી દીધો છે. બે શબ્દ છે – સ્ટાટોપ અને ઘટાટોપ. મેઘ માટે ઘટાટોપ શબ્દ છે અને સાપ માટે ફટાટોપ શબ્દ છે, એવા સાપ ઉપર માણસે નિઃશંકપણે પગ મૂકી દીધો, છતાં તે સાપ એ માણસનું કશું જ અનિષ્ટ કરી શક્યો નહિ. ન તો એનો ક્રોધ કંઈ કામમાં આવ્યો કે ન તો એની લાલ આંખો કશા કામમાં આવી. તે શાંત બની ગયો.
માનતુંગ તેનું રહસ્ય બતાવે છે –પ્રભુ! જેના હૃદયમાં આપના નામની નાગદમની હોય તેનું આકૃષ્ટ વિષધર પણ કશું બગાડી શકતો નથી!
રક્તક્ષણં સમકોકિલકંઠનીલ, ક્રોધોદ્ધત ફણિનમુત્કણમાપતત્તમ
આક્રામતિ મયુગેન નિરસ્તશંક
સ્વનામનાગદમની હૃદિયસ્ય પુંસ: // એક જડી (દવા) હોય છે નાગદમની. તે જડી જેની પાસે હોય તેને સાપનો કોઈ ભય પજવતો નથી. ભયંકર સાપ પણ તેને કંઈ કરી શકતો નથી. સાપ તેની પાસે જ જતો નથી, દૂરથી જ ભાગી જાય છે. જડીનો પ્રભાવ ભારે વિચિત્ર હોય છે. વિશિષ્ટ મણિ અને જડી પાસે હોય તો અસંભવ કાર્ય પણ શક્ય બની જાય છે. નદીને પાર કરવાની હોય, નૌકા ન હોય, જલકાત્તામણિ પાસે હોય અને તેનો પ્રયોગ કરવામાં આવે તો નદીમાં પગ મૂકતાં જ પ્રવાહમાં વચ્ચે રસ્તો બની જાય છે !
નાગદમનીનો બીજો અર્થ છે – જાંગુલીવિદ્યા. જે જાંગુલીવિદ્યા જાણે છે તેને પણ સાપ કશું જ કરી શકતો નથી. એ માણસ સાપને પકડે છે. હાથમાં લે છે. તેના ઉપર પગ મૂકે છે. છતાં સાપ તેનું કશું જ અહિત કરી શકતો નથી. કેટલાક લોકો એવા હોય છે કે જે વિષધર સાપો સાથે રમત રમતા હોય છે. અનેક સાપની સાથે તે રહે છે. સાપ સાથે તેને એટલો બધો પ્રેમ થઈ જાય છે કે પાણી
પરના કાળા ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ . ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org