________________
પરિણમન થાય છે કારનું, બહુમાળી મકાનનું અથવા એ વસ્તુવિશેષનું કે જેના વિશે માણસ વિચારી રહ્યો હોય છે, ચિંતન કરી રહ્યો હોય છે. જે સ્વરૂપમાં મનની આકાંક્ષા હોય છે, એ જ રૂપમાં પરિણમન થાય છે. જૈન દર્શનનો સિદ્ધાંત છે – શું શું ભાવે આવિસઈ, તે તં ભાવે પરિણમઈ – વ્યક્તિ જેવા જેવા ભાવથી આવિષ્ટ થાય છે, તેવા તેવા ભાવમાં તે પરિણત થઈ જાય છે. આ સ્થૂળ જગતની ભાષા આ માણસ છે. સૂક્ષ્મ જગતની, નિશ્ચયનયની ભાષા તેના કરતાં જુદી છે. નિશ્ચયનયની ભાષામાં ક્યારેક તે માણસ હશે ક્યારેક તે ઘોડો હશે, ક્યારેક તે હાથી અથવા સિંહ હશે. જે પદાર્થ કે વસ્તુ વિશે ચિંતન કરતો હશે તે રૂપમાં તેનું પરિણમન થઈ જશે. આ સૂક્ષ્મ જગતનો નિયમ સ્થૂળ જગતના નિયમ કરતાં અલગ છે.
છે
--
આ પ્રકમ્પન અને પરિણમનના સિદ્ધાંતના આધારે આપણે આ કથ્યની યથાર્થ વ્યાખ્યા કરી શકીએ છીએ – જે વખતે માણસ સિંહને જુએ છે તે વખતે તે ડરતો નથી. જો તે ડરી જાય તો કદાચ મરી જાય. માનતુંગ કહે છે કે સિંહને જોઈને તે માણસ આપની સ્તુતિમાં પહોંચી જાય છે, આપની સ્મૃતિમાં પહોંચી જાય છે. જે વખતે તે આદિનાથની સ્તુતિ અને સ્મૃતિ કરે છે, તે વખતે સ્વયં આદિનાથ બની જાય છે. જયાચાર્યે લખ્યું –
પાથાના કરતાં ભણી, પાથા કહિયે તાહિ.
ભાવપાથા એ છે જે પાથાનો કર્તા છે. તે દ્રવ્યપાથા છે કે જે એક કિલોનો પથ્થર છે વાસ્તવિક પાથા એ જ છે કે જે પાથાનો કર્તા છે. જે પાથાને જાણે છે પાથાના અર્થને જાણે છે, જે પાથામાં ઉપયુક્ત છે, તે પાથા છે.
ભાવ આદિનાથ કોણ છે ? સ્તુતિકાળમાં ભાવ આદિનાથ એ છે કે જે આદિનાથની સ્તુતિ અને સ્મૃતિ કરતો હોય. જે સ્તુતિ કરતી વખતે આદિનાથનો અનુભવ કરે છે, તે સ્વયં આદિનાથ બની જાય છે. આપણે ભક્ત બનીને ભક્તામરનું સ્મરણ ન કરીએ, પરંતુ આદિનાથ બનીને ભક્તામરનું સ્મરણ કરીએ. જો આપણે સ્વયં આદિનાથ બની જઈએ, આપણું પરિણમન આદિનાથનું થઈ જાય તો અભયની ઘટના સિદ્ધ થઈ શકે છે તેમાં કોઈ શંકા નથી. સ્તુતિકારનું એ કથન યથાર્થ છે કે જે વ્યક્તિએ આદિનાથનો આશ્રય લીધો છે, જેણે આદિનાથને પોતાના અંતરમાં સ્થાપ્યા છે તેના પગ સિંહને સામે જોઈને પણ અટકતા નથી. પરંતુ સિંહ પોતે બદ્ધક્રમ બની જાય છે, અટકી જાય છે. હકીકતમાં આ અભયનો એક પ્રયોગ છે. તેની સાથે જોડાયેલી અનેક ઘટનાઓ ઐતિહાસિક જૈન આખ્યાનોમાં ઉપલબ્ધ છે.
ભયનું એક નિમિત્ત છે દાવાનળ. એ વખતે જંગલોમાં આગ લાગ્યા કરતી હતી. મોટે ભાગે તે જંગલો કે જે વાંસનાં જંગલો હતાં. કર્ણાટક અને ૧૩૮ ભક્તામર - અંતઃસ્તલનો સ્પર્શ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org