________________
કારણ જણાવતાં સ્તુતિકાર કહે છે કે, પ્રભુ ! તે માણસે આપના ક્રમયુગચરણયુગલની મદદ લીધી હતી. તે સિંહમાં એવું સાહસ ન પ્રગટ્યું કે તે એ માણસ ઉપર આક્રમણ કરે માનતુંગે આ સમગ્ર ભાવનાને સમાહિત કરતાં પ્રસ્તુત શ્લોકની રચના કરી.
ભિનેત્મકુંભગલદુર્વલશોણિતાક્ત
મુક્તાફલપ્રકરભૂષિતમિભાગ: / બદ્ધકમઃ ક્રમગતં હરિણાધિપોડપિ,
નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિત તે // કહી શકાય કે સ્તુતિકારે અતિશયોક્તિ કરી છે. આ અર્થવાદ છે કે યથાર્થવાદ, આપણે તેની સમીક્ષા કરીએ. બે પ્રકારની પ્રણાલીઓ હોય છે – એક અર્થવાદની અને બીજી યથાર્થવાદની. અર્થવાદની પ્રણાલી એ છે કે જેમાં કોઈપણ વાતને વધારી વધારીને કહેવામાં આવી હોય. યથાર્થવાદની પ્રણાલી એ છે કે જેમાં વાતને ન તો ટૂંકી કરીને કહેવામાં આવી હોય અને ન તો વધારી વધારીને કહેવામાં આવી હોય. જે જેવું હોય એવું જ વ્યક્ત કરવામાં આવ્યું હોય. જે જેટલું હોય તેને એટલું જ રજૂ કરવામાં આવ્યું હોય. તેમાં કોઈ પ્રકારની અતિશયોક્તિ ન હોઈ શકે. જે સ્તુતિકારનું સ્તવન છે, યથાર્થવાદ છે. તે સામાન્ય પાઠમાં અર્થવાદ જેવું જણાય છે. એ સ્વાભાવિક ચિંતન કહેવાય કે જેમાં માણસ સિંહને કઈ રીતે રોકી શકે છે? સિંહ કેવી રીતે રોકાઈ શકે ? સિંહ માણસથી ડરે કે માણસ સિંહથી ડરે ? સ્થળદૃષ્ટિએ જોઈએ, વ્યવહારનયની દૃષ્ટિએ જોઈએ તો માનતુંગસૂરિની આ વાતમાં અર્થવાદ જણાય છે. જો સૂક્ષ્મજગતને જાણીએ, સૂક્ષ્મજગતમાં પ્રવેશ કરીને સૂક્ષ્મદૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો નિષ્કર્ષ મળશે કે તેમાં યથાર્થવાદ છે, એવું બની શકે છે, એવું બને છે.
સૂક્ષ્મજગતનો સિદ્ધાંત પ્રકમ્પનોનો સિદ્ધાંત છે. ત્યાં પ્રકમ્પનની ભાષા ચાલે છે. જે વ્યક્તિમાં પ્રગાઢ શ્રદ્ધા હોય, અતૂટ આત્મવિશ્વાસ હોય તે વ્યક્તિમાં શક્તિશાળી પ્રકમ્પન પેદા થાય છે. વિશ્વાસનાં શક્તિશાળી પ્રકમ્પનો પરિણમનને બદલી નાખે છે. આપણે આ બંને સિદ્ધાંતો તરફ ધ્યાન આપીએ. પ્રકમ્પનનો સિદ્ધાંત અને પરિણમનનો સિદ્ધાંત એ બંને જોડાયેલા છે. અમુક પ્રકારનાં પ્રકમ્પન હોય તો અમુક પ્રકારનું પરિણમન થશે જ, અમુક પ્રકારનાં પરિણમન હોય તો અમુક પ્રકારનું પરિણમન થશે જ. શક્તિશાળી પ્રકમ્પન દ્વારા પરિણતિ બદલાઈ જાય છે. એવું પરિવર્તન આવે છે કે જેના વિશે વિચારી પણ ન શકાય. આજે સવારે જ એક ભાઈએ કહ્યું કે હું ગંભીર રૂપે બીમાર પડ્યો હતો. ડૉક્ટરને બતાવ્યું, તપાસ કરાવી. ડૉક્ટરે કહ્યું કે આ બીમારી અસાધ્ય છે. કોઈ પણ ચિકિત્સા તેમાં કામિયાબ થઈ શકતી નથી. “અરહંત સરણે પવન્જામિ” – આ પદનો ૧૩૬ , ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . શ ષ સ હ બાર ર લાખ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org