________________
૧૮. અભય : પ્રકંપન અને પરિણમન.
- આ જગતમાં અનેક સમસ્યાઓ છે. તેમાં સૌથી મોટી અથવા સૌથી ભયંકર સમસ્યા ભયની છે. અભય જેવું મોટું બીજું કોઈ સમાધાન નથી અને ભય જેવું મોટું કોઈ દુઃખ નથી. માણસ વાસ્તવિક દુઃખથી જેટલો હેરાન નથી થતો, તેટલો તે દુઃખના ભયને કારણે થાય છે. તે કાલ્પનિક સમસ્યાનું સર્જન કરે છે અને તેનાથી તે દુઃખી થાય છે.
ભગવાન મહાવીરે અભયનો મંત્ર આપ્યો. તેમની પરંપરામાં અભયની સાધના વિશેષ જોવા મળે છે. આચાર્ય માનતુંગે તેને પૂરતું મહત્ત્વ આપ્યું. અભય-ચેતનાનો વિકાસ કેવી રીતે કરવો એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. ભયની ચેતનાને શાંત કરવી છે અને અભયની ચેતનાને જગાડવી છે. હકીકતમાં ભયની ચેતના અને અભયની ચેતના બંને વચ્ચે કોઈ તફાવત નથી હોતો. ભયનાં નિમિત્તો વધુ હોય છે તેથી ભયના અનેક પ્રકાર જોવા મળે છે. સ્થાનાંગ સૂત્રમાં સાત પ્રકારના ભય ગણાવ્યા છે, પરંતુ ભયનાં નિમિત્તો સાત જ નથી હોતાં ભયનાં નિમિત્તો સાત પણ હોઈ શકે છે અને સાતસો પણ હોઈ શકે છે. ભયની ચેતના અલગ અલગ પ્રકારની છે. તે માણસ કે જે બંદૂકની ગોળી કે તલવારથી નથી ડરતો તે ક્યારેક એક ઉંદરથી ડરી જાય છે. કોઈ વ્યક્તિ ગરોળીથી ડરી જાય છે અને કોઈ અન્ય કોઈ વસ્તુ કે પદાર્થથી ડરી જાય છે.
- સ્તુતિકારે આ નિમિત્તોના સંદર્ભમાં અભય ચેતનાને પુષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનાથી પૂર્વવર્તી શ્લોકમાં સ્તુતિકારે એવું વર્ણન કર્યું છે કે ઐરાવત હાથી સામે આવે અને ડર લાગે તો તે વખતે આદિનાથનું સ્તોત્ર કઈ રીતે કામ કરે છે ? તે કઈ રીતે અભયદાતા બને છે ? પ્રસ્તુત શ્લોક સિંહના સંદર્ભમાં છે. ભયનું હાથી કરતાં મોટું નિમિત્ત સિંહ છે. સિંહનો પણ ખૂબ ભય લાગે છે. તે વનરાજ છે, સર્વાધિક શક્તિશાળી છે. તે યુગમાં જંગલો પણ ઘણાં ૧૩૪. ભકતામરઃ અંતસ્તલનો સ્પર્શ થી અન" છે જો અધિકાર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org