________________
દક્ષિણ ભારતનાં જંગલોમાં વાંસનાં વૃક્ષો વિશેષ છે. એ વાંસનાં વૃક્ષો પરસ્પર ટકરાવાથી ખૂબ જલદી આગ લાગે છે. તે ભયને વ્યક્ત કરતાં માનતુંગ કહે છે કે એક માણસ જંગલમાં જઈ રહ્યો છે. અચાનક જંગલમાં આગ લાગી ગઈ. ચારે તરફ ફેલાયેલી તે આગ દાવાનળ બની ગઈ. એવા સંજોગોમાં તે માણસ શું કરે ? કેવી રીતે પોતાને બચાવે ? અભય શી રીતે રહે? માનતુંગ કહે છે કે તે આપના નામનું જળ છાંટી દે તો અગ્નિ બુઝાઈ જશે, દાવાનળ શાંત થઈ જશે. મંત્રશાસ્ત્રમાં અગ્નિશમનના અનેક મંત્રોનો નિર્દેશ છે. આજકાલ ક્યાંય આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડને બોલાવવામાં આવે છે. એ સમયે ફાયરબ્રિગેડ ક્યાં હતી ? આજે પણ આ સમસ્યા છે. આગ ક્યારેક લાગે છે અને ઘણું બધું અગ્નિમાં હોમાઈ ગયા પછી ફાયરબ્રિગેડ આવે છે. ફાયરબ્રિગેડ એ આગ ઉપર કાબૂ મેળવી લે એ પહેલાં તો ઘણો વિનાશ થઈ ચૂક્યો હોય છે. બે વર્ષ પહેલાં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આગ લાગી હતી. તેમાં સેંકડો વર્ષોના દસ્તાવેજો હતા. ફાયરબ્રિગેડ આવી, અગ્નિ શાંત થઈ, પરંતુ તે પહેલાં જ આગ ફેલાઈ ચૂકી હતી, સેંકડો વર્ષોના દસ્તાવેજો નષ્ટ થઈ ચૂક્યા હતા. જો અગ્નિશમન સૂત્ર સિદ્ધ હોત, તેનો જપ કરવામાં આવ્યો હોત તો કદાચ આગ ત્યાં જ શાંત થઈ જાત.
માનતુંગ કહી રહ્યા છે કે જંગલમાં ભયાનક દાવાનળથી ઘેરાયેલી વ્યક્તિએ આપના નામ-કિર્તન રૂપી જળનો છંટકાવ કર્યો, તેનાથી તે આગ શાંત થઈ ગઈ, જે અત્યંત વિકરાળ હતી કલ્પાન્તકાળની આગ જેવી હતી. આગમ સાહિત્યમાં કલ્પાન્તકાળની અગ્નિનું વર્ણન મળે છે. કહેવામાં આવ્યું કે છઠ્ઠાકાળ ખંડમાં અગ્નિની વર્ષા થશે.કલ્પાન્તકાળની અગ્નિ એટલી ભયાનક હોય છે કે જેટલો આજે અણુશસ્ત્રનો પ્રયોગ હોય છે. કલ્પાન્તકાળ એટલે પ્રલયકાળ. કલ્પનો અંત થઈ રહ્યો છે. તે પ્રલયકાળની હવાથી ઉદ્ધત બનેલી અગ્નિ જેવો આ દાવાનળ ઉજ્જવળ છે. અગ્નિ માત્ર લાલ નથી હોતી. અગ્નિના તેજમાં પીળાશ અથવા ચૅતિમાનું મિશ્રણ હોય છે. તે ઉવળ અગ્નિમાંથી તણખા ઊડે છે, ચિનગારીઓ જ ચિનગારીઓ ઊડે છે. તે ભયંકર દાવાનળ સૌને ભરખી જવા ઇચ્છે છે. એમ લાગે છે કે જે કોઈ તેની સામે જશે તેને તે ભરખી જશે, ભસ્મ કરી દેશે. એવી સર્વભક્ષી અગ્નિ આપના નામ-કીર્તન રૂપી જળથી બુઝાઈ જશે, શાંત થઈ જશે. અગ્નિથી ઘેરાયેલી તે વ્યક્તિ સકુશળ પોતાની મંજિલે પહોંચી જશે. દાવાનળમાં અભય રાખનાર તે મંત્રકાવ્ય છે –
કલ્યાન્તકાલપવનોદ્ધત વહ્નિકહ્યું, દાવાનલ જવલિતમુવલમુસ્કુલિંગમ વિશ્વ જિધસુમિવ સમ્મુખમાપતન્ત, વન્નામકીર્તનજલ સમય–શેષમુ /
1 ભકત્તામર : અંતલનો સ્પર્શ
6 રદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org