________________
છે. હાથી પણ બે પ્રકારના હોય છે. શિક્ષિત અને ઉદ્ધત. જે હાથી વિનીત અને શિક્ષિત બની ગયો, પ્રશિક્ષિત બની ગયો. તે ખૂબ કામનો બની જાય છે. તે એવાં એવાં કાર્યો કરી બતાવે છે કે લોકો વિસ્મયમુગ્ધ થઈ ઊઠે છે.
દક્ષિણ યાત્રાનો એક પ્રસંગ છે. એક સંપન્ન તમિલ વ્યક્તિ ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાસિક્ત બની ગઈ. તેની પાસે અનેક હાથી હતા. ગુરુદેવ જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં તે પોતાના હાથી લઈને પહોંચી જતો. તે સૌ પ્રથમ હાથી દ્વારા નમસ્કાર કરાવતો. હર્ષધ્વનિ કરાવતો અને પછી તેના દ્વારા અનેક કરામતો બતાવતો. આવા પ્રશિક્ષિત હાથી ખૂબ ઉપયોગી બને છે. તે માણસની આજીવિકાના સ્ત્રોત બની જાય છે. માનતુંગ કહે છે કે તે હાથી સામે આવી રહ્યો છે કે જે ઉદ્ધત છે, અનુશાસિત અને શિક્ષિત નથી. તેના ગંડસ્થળેથી જે મધ ઝરી રહ્યો છે તે મધથી આખું કપાળ ભરાઈ ગયું છે. એ ઝરતા મધથી જમીન પણ કાદવવાળી બની રહી છે. જ્યારે હાથીનું મધ ઝરે છે ત્યારે તેમાંથી એક અજબ જેવી ગંધ નીકળે છે. તે ગંધથી ભ્રમર આવવા લાગે છે. જેમ જેમ મધની ગંધ વધતી ગઈ તેમ તેમ તેનાથી આકૃષ્ટ થઈને ભ્રમરો આવતા ગયા. આચારાંગ સૂત્રનો પ્રસંગ છે – મહાવીરે દીક્ષા લીધી, ત્યારે કેટલાંક સુગંધિત દ્રવ્યોનો છંટકાવ તેમના શરીર ઉપર કરવામાં આવ્યો. અનેક દિવસો સુધી તે દ્રવ્યોની ગંધ તેમના શરીરમાંથી આવતી રહી. તે સુગંધને કારણે ભ્રમરો મહાવીરને ડંખ મારવા લાગ્યા. ભ્રમર સુગંધના શોખીન હોય છે. મધની ગંધથી આકૃષ્ટ થઈને તે હાથી પાસે આવ્યા. કપાળ ઉપર બેઠા. ગુંજારવ કર્યો અને કપાળ ઉપર ડંખ માર્યા. ભ્રમરોના ગુંજારવ અને ડંખને કારણે હાથી ઘૂંધવાઈ ઊઠ્યો. એક તો ઉદ્ધત હાથી, વધારામાં ભ્રમરનો ગુંજારવ અને આકરા ડંખ ! હાથીનો કોપ વધ્યો અને તે ઉત્તેજિત થઈ ઊઠ્યો. તમામ બંધનો તોડીને તે વિનાશકારી કૃત્ય આચરવા લાગ્યો. માનતુંગ એ સ્થિતિનું ચિત્રણ કરતાં કહે છે કે – પ્રભુ ! આવી સ્થિતિમાં જેણે આપનો આશ્રય લઈ લીધો હોય, તેને કોઈ ભય રહેતો નથી. જેણે આપનો આશ્રય લીધો, તેનું આપની સાથે તાદાભ્ય જોડાઈ ગયું. જ્યારે આપના પ્રત્યે અને આપના ગુણો પ્રત્યે તાદાસ્યભાવ જોડાઈ જાય છે ત્યારે અભય પ્રગટ થઈ જાય છે.
વાસ્તવમાં આ શ્લોક હસ્તિભય નિવારણનો મહામંત્ર છે. જેવી રીતે ભયના અનેક પ્રકાર છે તેવી જ રીતે અભયની સાધનાના પણ અનેક પ્રકાર છે. અનેક પ્રકારના ભય દૂર કરવા માટે અનેક પ્રકારના મંત્રોની સાધના પણ કરવી પડે છે. હાથી વિષયક ભયના વિલયનો મહામંત્ર છે – પ્રસ્તુત શ્લોક. જે વ્યક્તિ આ મંત્રની સાધના અને આરાધના કરે છે તેની સામે ઉદ્ધત અને મદોન્મત્ત હાથી પણ વિનમ્ર બની જાય છે.
$
Biણા શTER ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org