________________
એક સંદર્ભ છે – શ્વેત ચામરનો. જ્યાં શુક્લલેશ્યા હોય ત્યાં શ્વેત ચામર કેમ ન આવે ? એમ કહી શકાય કે સ્તુતિકાર શુક્લલશ્યાનું જ પ્રતિબિંબ શુક્લચામર સ્વરૂપે રજૂ કરી કર્યું છે. જ્યાં શુક્લલેશ્યા હોય, વિશુદ્ધ ભાવધારા હોય, વૅતિમા જ ચૅતિમાં હોય, કલુષીતતાનો કોઈ અંશ ન રહ્યો હોય ત્યાં શ્વેત ચામર સહજ પ્રતિષ્ઠિત છે.
એક સંદર્ભ છે – છત્રનો. જે આત્મામાં સર્વાત્મના સંવર જાગૃત થઈ ગયો હોય ત્યાં છત્ર કેમ ન રચાય ? તેને માટે માત્ર ત્રણ છત્ર નહિ, સમગ્ર વિશ્વ છત્ર બની જશે.
આજે આંતરિક અહંતાઓ છે, તેમને સ્થૂળ દૃષ્ટિએ, વ્યવહારનયની દૃષ્ટિએ પ્રતિકાત્મક રૂપે કહેવામાં આવી છે. આપણે નિશ્ચયમાં જઈએ, આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીએ તો કહી શકાય કે આસનસિદ્ધિ, શુક્લલેશ્યા, અમોહ અવસ્થા અને સંવર – આ બધી અધ્યાત્મ યોગીની વિશેષતાઓ છે. અશોકવૃક્ષ, છત્ર, ચામર, સિંહાસન વગેરે વિભૂતિઓ તેમના પ્રતીક રૂપે છે. આ સિદ્ધિઓ, વિભૂતિઓ સામે આવે છે, આંતરિક અહંતાઓ સામે આવતી નથી. સ્તુતિકારે
સ્થૂળદૃષ્ટિવાળા લોકોને સમજાવવા માટે સ્થૂળબિંબો અને પ્રતિમાનો દ્વારા પોતાની વાત કહી દીધી, પરંતુ આપણે માત્ર અશોકવૃક્ષ, ચામર, છત્ર અને સિંહાસનની સીમામાં ન રહેવું જોઈએ. તેની પૃષ્ઠ ભૂમિમાં જે આધ્યાત્મિક તત્ત્વ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં પહોંચીને જ સ્તુતિકારની ભાવના અને તાત્પર્યને આપણે હૃદયંગમ કરી શકીશું.
અતિશયની આ ચર્ચાને અટકાવીને માનતુંગે સ્તુતિને નવો વળાંક આપ્યો. અભય” કાવ્યનો વિષય બની ગયો. માનતુંગે કહ્યું – “પ્રભુ ! આપની સ્તુતિ કરનાર, વીતરાગ સાથે સમાપત્તિ કરનાર વ્યક્તિ ભયમુક્ત બની જાય છે.” ભય અનેક પ્રકારના હોય છે. વ્યક્તિ કોઈ વિષય ઉપર લખે છે તો પારિવારિક તથ્યને પણ ધ્યાનમાં રાખે છે. તે તથ્ય પણ લેખનનો વિષય બની જાય છે. તે યુગમાં ભયનું કારણ હતું – હાથી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એમ નથી લાગતું કે હાથી ભયનું કોઈ કારણ હોય. જે લોકો વિંદ્યાચળમાં રહે છે, આસામ, કર્ણાટક વગેરે પ્રદેશોનાં ગાઢ જંગલોમાં જાય છે, ત્યાં હાથીના ભયની સ્થિતિ પેદા થઈ શકે છે. એક મુનિશ્રીએ આસામની યાત્રા કરી. આસામના એક પ્રદેશની યાત્રા વખતે લોકોએ કહ્યું, “મુનિરાજ ! આપ આ માર્ગે ન જશો. ત્યાં હાથીઓનું ગલ છે.” સાધ્વી મોહનજી (રાજગઢ)એ પણ એ જ જંગલ પદયાત્રા દ્વારા પાર કર્યું હતું. જંગલ પાર કરતી વખતે એક ભીમકાય હાથી પણ સાધ્વીની સામે આવી ગયો હતો. સાધ્વીજી ડર્યા નહિ, હાથી માર્ગ રોકીને ઊભો રહ્યો અને સાધ્વીજી પણ ઊભાં રહ્યાં. બંને એકબીજાને અપલક નિહાળી રહ્યાં. સાધ્વીજી ૧૩૦. ભકતામરઃ અંતસ્તલનો સ્પર્શ
. . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org