________________
એક વેપારીએ અનુભવી વિદ્વાન સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરતાં કહ્યું કે, મારી પાસે તમામ પ્રકારના ગ્રાહકો આવે છે. સારા-ખરાબ બંને પ્રકારના લોકો આવે છે. સાચી-ખોટી તમામ પ્રકારની વાતો મારે સાંભળવી પડે છે. અનેક વાતો હું સહન કરી શકતો નથી. ઘણી વખત મારું મન ખરાબ વાતો તરફ આકર્ષાઈ જાય છે. મારે એવી વાતોથી કઈ રીતે બચવું ? આપ કોઈક ઉપાય બતાવો. અનુભવી વિદ્વાન પાસે મૂકેલો કાચનો ગ્લાસ હાથમાં લીધો. તેમાં થોડીક માટી નાંખી. તે ગ્લાસ વેપારીને આપતાં અનુભવી વ્યક્તિએ કહ્યું કે આ ગ્લાસ લઈ જાવ. પેલા નળ નીચે મૂકો.
વેપારીએ પૂછ્યું, “ગ્લાસને કેટલો સમય ત્યાં મૂકવાનો છે ?'
અનુભવી વ્યક્તિએ કહ્યું, “જ્યાં સુધી પાણીમાં વહીને બધી માટી નીકળી ન જાય અને માત્ર સ્વચ્છ પાણી ન રહે ત્યાં સુધી.”
વેપારી ગ્લાસ લઈને નળ પાસે ગયો. તેણે ગ્લાસને નળ નીચે મૂક્યો. નળમાંથી પાણી પડતું હતું. જેમ જેમ ગ્લાસ ભરાતો ગયો તેમ તેમ નીચેની માટીમાંથી થોડીક માટી ઉપર આવતી જતી હતી અને પાણીની સાથે તે વહી જતી હતી. લગભગ અડધો કલાક સુધી આમ ચાલ્યું. ગ્લાસમાં ભરેલી માટી બિલકુલ નીકળી ગઈ. ગ્લાસમાં માત્ર સ્વચ્છ પાણી બાકી રહ્યું. વેપારી સ્વચ્છ પાણીથી ભરેલો ગ્લાસ લઈને આવ્યો. પેલી અનુભવી વ્યક્તિના હાથમાં એ ગ્લાસ મૂકતાં કહ્યું, “માન્યવર ! હવે આપ સમજાવો કે મારે શું કરવાનું છે? મારા પ્રશ્નનો ઉત્તર શો છે ?
અનુભવી વ્યક્તિએ કહ્યું, “મેં ઉત્તર આપી દીધો છે.' મહાશય ! આપે શો ઉત્તર આપ્યો ?'
‘ઉત્તર એ જ છે કે તમે એટલી સ્વચ્છતાની પસંદગી કરો કે તમારી અંદર જમા થયેલો બધો જ કચરો બહાર નીકળી જાય. ત્યાર પછી તમારા મન ઉપર ખરાબ અને ખોટી વાતોનો કશો પ્રભાવ નહીં પડે. તમારી ગુણ-ગ્રહણ શક્તિ એટલી બધી વધી જશે કે પછી તમને દોષો આક્રાંત નહિ કરી શકે.”
આદિનાથે પોતાની વીતરાગતા દ્વારા, આત્મનિર્મળતા દ્વારા ગ્લાસને એટલા સ્વચ્છ પાણીથી ભરી દીધો કે સઘળો મેલ સમાપ્ત થઈ ગયો. નિર્મળતાનું એક જ સૂત્ર છે અને તે છે વીતરાગતા. જેટલી જેટલી વીતરાગતા તેટલી તેટલી નિર્મળતા અને સ્વચ્છતા. જેમ જેમ વીતરાગતા વધે છે તેમ તેમ આપણા તમામ દોષો સમાપ્ત થતા જાય છે. જ્યાં માત્ર સ્વચ્છ પાણી હોય છે ત્યાં મલિનતા માટે કોઈ અવકાશ રહેતો નથી. માત્ર સ્વચ્છતા જ સ્વચ્છતા શેષ રહે છે. કચરાને કાઢવાની આ જે ક્ષમતા છે, પાણીને સ્વચ્છ કરવાની જે ક્ષમતા છે તે વીતરાગતામાંથી આવે છે, સમતામાંથી આવે છે. વીતરાગતા કહો કે સમતા ૧૦૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ
કરો
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org