________________
વ્યક્તિ જાગી જાય છે. જાગરણનું લક્ષણ છે ઉન્નિદ્ર થવું, વિકસ્વર થવું. નવના બે અર્થ થાય છે – નવું અને નવ. પ્રસ્તુત સંદર્ભમાં બંને અર્થ ઘટિત થાય છે. નવ પંકજ – નવ સ્વર્ણ કમળ છે. નવ પંકજનો ઉલ્લેખ અનેક જગાએ મળે છે. તે કમળ ન તો કરમાય છે, ન ચીમળાય છે પરંતુ હંમેશાં વિકસ્વર બની રહે છે.
- ઋષભના પગનું વર્ણન કરતાં સ્તુતિકારે કહ્યું, કે આપના પગ સ્વર્ણ કમળના વિકસ્વર પુંજ જેવા છે. જો સ્વર્ણ કમળ એક હોય તો પુંજ જેવું ન બને. સ્વર્ણકમળ નવ હોય તો વિકસ્વર કાંતિનો પુંજ બને. એક તરફ તે વિકસ્વર કાંતિપુંજ થકી ચમકતી પીળી આભા પ્રસ્ફટિત થઈ રહી છે. બીજી તરફ તેમના નખમાંથી નીકળેલાં કિરણોની શિખા બની રહી છે. આ કારણે તેમના પગ ખૂબ સુંદર લાગી રહ્યા છે. સ્તુતિકાર કહે છે કે કાંતિયુક્ત સ્વર્ણિમ્ પીળી આભાવાળા ચરણ અને તેના નખમાંથી ફૂટતાં કિરણો એવાં લાગે છે કે જાણે દર્પણ આવી રહ્યું હોય. કોઈને પોતાનું મોં જોવું હોય તો તે એ દર્પણમાં જોઈ શકે છે. પ્રકાશશીલ પારદર્શી કિરણોમાંથી પ્રત્યેક બિંબ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. આ રીતે આપના ચરણ જ્યાં પડે છે ત્યાં દેવતાઓ કમળનું નિર્માણ કરી દે છે –
| ઉન્નિદ્રોમનવપંકજપુજકાન્તી, પર્યુક્લસનખમયૂખશિખાભિરામો // પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્રધાઃ !
પદ્માનિ તત્ર વિબુધા: પરિકલ્પયંતિ . એ કેવો વિચિત્ર અતિશય છે કે જ્યાં પણ આપ ચાલો છો, કમળ ઉપર ચાલો છો, જમીનને આપના પગ સ્પર્શતા નથી. આ અતિશયને સમજવામાં પણ મુશ્કેલી પડે છે કે જ્યાં જ્યાં ચરણ પડે છે ત્યાં ત્યાં કમળ નિર્મિત થઈ જાય છે. શું દેવતાઓ નિરંતર સેવામાં રહે છે ? એમ માનવામાં આવે છે કે કોટિ કોટિ દેવતાઓ નિરંતર તીર્થકરની સેવામાં રહે છે. એક જૈન પુરાણમાં ઉલ્લેખ છે કે વાસુદેવની પૂજામાં આઠ હજા૨ દેવ, ચક્રવર્તીની સેવામાં સોળ હજાર દેવ અને તીર્થકરની સેવામાં કોટિ દેવ રહે છે. આટલા બધા દેવ રહે છે છતાં દેખાતા કમ નથી? અમે ક્યારેક કોઈ શ્રાવકના ઘેર જઈએ છીએ. ત્યાં દેવસ્થાનમાં મંગલપાઠ સંભળાવીએ છીએ. ઘણી વખત દેવતા કોઈ વ્યક્તિના માધ્યમ દ્વારા બોલે છે – અમે તો સદા આપની સેવામાં જ રહીએ છીએ. સંભવ છે કે એ જ રીતે દેવો તીર્થકરની સેવામાં રહેતા હોય અને તેમનાં ચરણોની નીચે સુવર્ણ કમળનું નિર્માણ કરી દેતા હોય. હરિકેશબલનો પ્રસંગ ખૂબ જાણીતો છે. જ્યારે તેઓ યજ્ઞપાટમાં ગયા, ત્યારે યક્ષ તેમની સેવામાં હતો. તે વખતે એક ઘટના બની. હરિકેશબલના શરીરમાં પ્રવિષ્ઠ થઈને બ્રાહ્મણકુમારો દ્વારા સંવાદ કોણે કર્યો? ૧૨૪ ભકતામર અંતસ્તલનો સ્પર્શ મારા પર સારા" લઇ ,
કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org